નથી સલમાન મારો ભગવાન કે નથી બિગ બોસ મારુ સ્વર્ગ : તનુશ્રી દત્તા

0
19

મુંબઈ,તા.૭
એક્ટ્રેસ તનુશ્રી દત્તા અને નાના પાટેકરનો વિવાદ છેલ્લા થોડાક સમયથી વકર્યો છે, રાખી સાવંતે આને તનુશ્રીનો પબ્લિસિટિ સ્ટન્ટ ગણાવ્યો હતો. રાખીએ કહ્યું હતું કે, તનુશ્રી આ બધુ એટલા માટે કરી રહી છે કેમકે તેને બિગ બાસ ૧૨ના ઘરમાં એન્ટ્રી જાઇએ છે. આ મામલે હવે તનુશ્રીએ પોતાનું મૌન તોડ્યુ છે
એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં તનુશ્રીએ કહ્યું કે, “એવું વિચારવું એકદમ ખોટુ છે કે હું આ બધુ બિગ બાસ માટે કરી રહ્યું છું, તમને શું લાગે છે કે સલમાન ખાન કોઇ ભગવાન છે અને બિગ બાસનું ઘર કોઇ સ્વર્ગ છે? મને એવું બિલકુલ નથી લાગતું. મેં આ બધુ બિગ બાસમાં જવા માટે ક્્યારેય નથી કર્યુ.”
ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ તનુશ્રીએ નાના પાટેકર ઉપર શૂટિંગ દરમિયાન છેડતી અને રેપ કરવાનો આરોપ લગાવ્યો છે. તેને કહ્યું કે ૨૦૦૮માં એક ફિલ્મના શૂટિંગમાં નાના મારી સાથે ઇન્ટિમેન્ટ સીન કરવા માગતો હતો. તે ગીતના શૂટિંગનો ભાગ ન હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY