સુરેન્દ્રનગર રેલવે પોલીસકર્મીએ ચાલુ ટ્રેનમાં મહિલા પોલીસકર્મી પર એસિડ ફેંકયુ

0
9

સુરેન્દ્રનગર,તા.૩૧
સુરેન્દ્રનગર રેલવે પોલીસમાં ફરજ બજાવતા ૨ કર્મચારી કામસર બાંદ્રા ભાવનગર ટ્રેનમાં જતા હતા ત્યારે લીંબડી સ્ટેશન બાદ રેલવે કર્મચારી અને સાથી મહિલા રેલવે કર્મચારી વચ્ચે કોઇ બાબતે રકઝક બાદ ઉગ્ર બનેલા પુરુષ રેલવે કર્મચારીએ મહિલા કર્મચારી પર એસિડ ફેંકી દીધુ હતું. બનાવની જાણ થતા મહિલા કર્મચારીને બોટાદ ઉતારી લઇ સારવાર માટે દવાખાને લઇ જવાયા હતા. બન્ને પોલીસ કર્મચારી હોઇ આ બનાવની કોઇ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ નથી.
સમગ્ર બનાવની કોઇ પેસેન્જરે રેલવેમાં ટ્વિટ કરતા રેલવે મંત્રાલયે તપાસના આદેશો આપ્યા છે. આ અંગે સુરેન્દ્રનગર રેલવે પીએસઆઇ હેતલબેન મોરીએ જણાવ્યુ કે, બનાવની જાણ થતા અમે તપાસ માટે બોટાદ હોસ્પિટલે ગયા હતા. જયાં મહિલા કર્મચારીએ કોઇપણ કાર્યવાહી કરવાની સ્પષ્ટ ના પાડી હતી. તે બાબતે તેમનું નિવેદન પણ લેવામાં આવ્યુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY