તાપી,તા.૮
વ્યારા ખાતે યોજાયેલ તાપી હાફ મોન્સૂન મેરેથોન દોડમાં ભાગ લીધેલા એક યુવકનું દોડ દરમ્યાન મોત નીપજ્યુ છે.
સુરતના પાર્થ રાંદેરીએ ૨૧ કિલોમીટરની દોડમાં ભાગ લીધો હતો. ચાલુ દોડ દરમ્યાન પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા થતાં યુવકનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે. યુવકના પીએમની કાર્યવાહી હાથ ધરાઈ છે.
રન ફોર ગ્રીન તાપી સહિત આ ક્ષેત્રના રમતવીરોમાં છુપાયેલ શુસુપ્તશક્તિને બહાર કાઢવાના ઉદેશ્યથી તાપી જિલ્લાના વ્યારા ખાતે મોન્સૂન મેરેથોન દોડનું આયોજન કરાયું હતું.
વહેલી સવારે તાપી જીલ્લા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં દોડવીરો ભાગ લેવા આવી પહોચ્યા હતા. તાપી કલેકટર દ્વારા લીલી ઝંડી બતાવી મેરેથોન દોડની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ૨૧ કિમિ, ૧૦ કિમિ અને પાંચ કિલોમીટરની મેરેથોન દોડ યોજાઈ હતી. જેમાં વયોવૃદ્ધથી લઈને નાના બાળકો સુધીના ૧૨૦૦ જેટલા દોડવીરોએ ભાગ લીધો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


