તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વધારે પડતા વજનને ઘટાડવા માટે ચા પીવાની બાબત આદર્શ છે. ચાથી વધારાના વજનને ઉતારવામાં મદદ મળે છે. આધુનિક સમયમાં જંકફુડના શોખિન લોકો મોટાભાગે સ્થુળ હોય છે. વજન વધવા માટે મુખ્ય કારણોમાં જંકફુડ જવાબદાર છે. જાપાનના કોબે યુનિવર્સિટીમાં કરવામાં આવેલા અભ્યાસમાં સંશોધકોએ એવા તારણો ઉપર પહોંચ્યા છે કે જંકફુડના શોખિન લોકો પણ પોતાના વજનને ઘટાડવા ચાનો ઉપયોગ કરી શકે છે. આમા જણાવાવમાં આવ્યુ છે કે નિયમિત ચા પીવાથી ફેટીફુડ સાથે સંબંધિત લોહીમાં સ્થતિમાં સુધારો કરે છે. ફેટીફુડ ટાઈપ-૨ ડાયાબિટિસને આમંત્રણ આપે છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે નક્કર તારણો ઉપર પહોંચવા માટે કેટલાક ઉંદરોને ઉંચા ફેટડાઈટની ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. જ્યારે કેટલાક ઉંદરોને સામાન્ય ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી. દરેકને બે ગ્રુપમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. ૧૪ સપ્તાહ સુધી આ બંને ગ્રુપના ઉંદરોને પાણી, કાળી ચા અથવા તો ગ્રીન ચા આપવામાં આવી હતી. અભ્યાસમાં જાણવા મળ્યુ કે બંને પ્રકારની ચા શરીરમાં વજનને ઘટાડવામાં ઉપયોગી બને છે. સાથે સાથે શરીરને બેલેન્સ કરવામાં ઉપયોગી બને છે. મોટાભાગના સામાન્ય લોકો કાળી ચાનો ઉપયોગ કરે છે. જે સામાન્ય રીતે લોહીમાં નુકશાનકારક અસરને ઘટાડવામાં પણ મદદરૂપ છે. હાઈફેટ ડાઈટ સાથે સંબંધ ધરાવનાર લોહીમાં નુકશાનકારક તત્વો ઘટે છે. કોલેસ્ટેરોલ, હાઈબ્લડ ગ્લુકોઝમાં ફેરફાર પણ આના લીધે થાય છે. જરનલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફુડ કેમેસ્ટ્રીમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં આ મુજબનો ધડાકો કરવામાં આવ્યો છે. વજન ઉતારવા માટે ચાને લઇને અગાઉ પણ અભ્યાસ થયા છે. પરંતુ હવે જાપાનમાં નવા અભ્યાસમાં જણાવાયુ છે કે ચા વધારાના વજનને ઘટાડવામાં મદદરૂપ બને છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


