કેન્દ્ર સરકારે કાયદો બનાવી રાજકારણમાં ગુનેગારોની સાફસફાઈ કરવી પડે

0
9

આવતે વર્ષે લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે તે પહેલાં જ સર્વોચ્ચ અદાલતે આંચકાદાયક સમાચાર આપ્યા છે. વર્તમાન અને ભૂતપૂર્વ સંસદસભ્યો અને વિધાનસભ્યો સામે અંદાજે ચાર હજારથી વધુ ફોજદારી કેસો કોર્ટમાં પેÂન્ડંગ છે. આશ્ર્‌ચર્યની વાત તો એ છે કે આમાંના કેટલાક ત્રણ દાયકાથી ચુકાદાની રાહ જાતા પડ્યા છે.
સુપ્રીમ કોર્ટે બિહાર અને કેરળ સરકારે નેતાઓ સામેના કેસોના ઝડપી નિકાલ માટે સ્પેશ્યલ કોર્ટો સ્થાપવાનો હુકમ કર્યો છે. આપણા નેતાઓ જેઓ પ્રજાની સેવા કાજે ચૂંટાય છે તેઓ કોઈને કોઈ ગંભીર ગુનાઈત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય છે, તેમની સામે કેસ નોંધાય છે, પરંતુ ચુકાદા અપાતા નથી, કે વિલંબ થયા કરે છે. આ કેવી કરૂણતા? કદાચ એવો એક પણ પક્ષ નથી જેના નેતાઓ સામે ફોજદારી ખટલો ન ચાલતો હોય.
હકીકતમાં ક્રિમિનલ કેસમાં કસુરવાર સાબિત થનારા નેતાઓને જીવનભર રાજકારણમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવાની પિટિશન પણ થઈ છે. ચૂંટણી લડવા માગતા ઉમેદવારોને માટે મિનિમમ એજયુકેશન અને વયમર્યાદા પણ નિશ્રિ્‌ચત કરવાની વાત છે, પરંતુ બધું ગોકળગાયની ગતિએ ચાલે છે. કાયદાની આંટીઘૂંટીને કારણે ખટલાઓને ટલ્લે ચડાવી દેવાનું આસાન હોવાથી કોર્ટ એની ઢીલાશ માટે બદનામ છે.
સુપ્રીમ કોર્ટ ખુદ કેન્દ્ર સરકારની નિષ્ફળતાની બાબતમાં વ્યથિત છે. સુપ્રીમ કોર્ટે રાજકારણીઓ સામેના ખટલા ચલાવવામાં અને તેના નિકાલમાં થતા વિલંબ અંગે રોષ વ્યક્ત કર્યો છે. રાજકારણ અને ક્રાઈમ એકમેકમાં એટલું ભળી ગયા છે કે તેને અલગ પાડવાનું પગલું ખુદ સરકાર લઈ શકે એમ નથી. ચૂંટણી પંચે જેમની સામે ફોજદારી ગુનો નોંધાયો હોય એવા રાજકારણીઓને ઉમેદવારી ફોર્મ ભરવાની મંજૂરી જ આપવી નહીં જાઈએ.
કોર્ટ એમની સામેનું કલંક ધોઈ આપે, એમને નિર્દોષ જાહેર કરે પછી જ જે તે પક્ષે એમને રાજકીય મંચ પર પ્રવેશવા દેવા જાઈએ. માત્ર આટલું કરવામાં આવે તોય રાજકારણ સ્વચ્છ બનશે. એક માત્ર રાજકીય ક્ષેત્ર જ એવું છે જેમાં શિક્ષણની જરૂર નથી. કેટલી વિચિત્ર બાબત છે.
બીજે બધે અન્ય તમામ ક્ષેત્રોમાં શિક્ષણ – મિનિમમ એજયુકેશન ક્વાલિફિકેશન ફરજિયાત છે તો પછી રાજકારણમાં કાયદાઓ કેમ લાવી ન શકાય? આનો જવાબ માત્ર એટલો જ હોઈ શકે કે કોઈ સરકાર ઈચ્છતી નથી. ભૂતકાળમાં શાસન કરી ચૂકેલા પક્ષો અને વર્તમાન સરકારની ઈચ્છા હોય તો માળવે જવાય. રાજનેતાઓ સામેના સૌથી વધુ પેન્ડિંગ કેસો ઉત્તર પ્રદેશમાં છે. લગભગ ૯૯૦ કેસો પેન્ડિંગ છે.
ગળામાં સોનાની જાડ્ડી ચેઇન, કાંડા પર સોનાનું કડું, દસેય આંગળીઓમાં ઝગમગતી હીરાની વિંટીઓ, કપાળે લાલ તિલકધારી રાજકીય નેતાઓને જાઈને જ સમજી શકાય છે કે આ દેશ સેવા કે લોકસેવા માટે જન્મ્યા નથી. તેઓશ્રી અલગ પ્રકારની ‘સેવા’ કરે છે. તેઓ કોઈ જુદી જ કમાલ કરીને ચૂંટાઈ આવે છે. એમની સામે કોર્ટમાં કોઈ જુબાની આપવા ઈચ્છતું નથી. બોલો, હવે કોર્ટ એમને નિર્દોષ છોડી જ મૂકેને?
એટલે જ રાજકીય પક્ષો અને ચૂંટણી પંચે કેસ નોંધાય એટલે તેમની પર ‘રાજકીય પ્રતિબંધ’ મૂકી દેવો જાઈએ. પછી ભલે ૩૦-૪૦ વર્ષો સુધી ખટલા પેન્ડિંગ રહે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટની વાતને ગંભીરતાથી લઈને પોતાની મુદ્રા સ્વચ્છ રાખવા જહેમત ઉઠાવવી અનિવાર્ય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY