ભગવાન હનુમાનનો જન્મ ચૈત્રી પૂનમના દિવસે થયો હતો, જેથી આપણે તે દિવસને હનુમાન જયંતી તરીકે ઉજવણી કરીએ છીએ.અલગ અલગ નામથી ઓળખાતા હનુમાન જાનકી પુત્ર, પવનપુત્ર,બજરંગ બલી, હનુમાન, જેવા નામોથી હનુમાન ઓળખવા માં આવે છે.હનુમાનજી પુરષોત્તમ શ્રી રામના પરમ ભક્ત હતાં.જયારે લક્ષ્મણ મૂર્છિત થયાં હતાં ત્યારે હનુમાને સંજીવની પર્વત ઉચકી લાવી લક્ષ્મણના પ્રાણ બચાવ્યા હતાં.અને જ્યારે માતા સીતાનું રાવણે અપહરણ કર્યું હતું.ત્યારે પણ હનુમાનજીએ રાવણની સોનાની લંકાને આગ લગાવી સીતાને રાવણ લંકામાંથી છોડાવવામાં મદદ કરી હતી. એટલેજ હનુમાન શ્રી રામના પ્રિય ભક્ત તરીકે પૂજાય છે.ત્યારે આજે હનુમાન જ્યંતી નિમિત્તે ભરૂચ શહેર અને જિલ્લામાં આવેલ હનુમાન મંદિરોમાં દર્શન અર્થે લોકોનું ઘોડા પુર ઉમટી પડ્યું હતું.
ભરૂચ કસક વિસ્તારમાં આવેલ રોકડીયા હનુમાનના મંદિરે ૫૦૧ કિલોનો વિશાળ મિલ્ક કેક બનાવવામાં આવ્યો હતો.જેના મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન કર્યા હતાં.
એક સત્ય મુજબ હનુમાનજી એ રુદ્ર એટલે શિવજી નો નવ મો અવતાર છે જે ચિરંજીવ છે અને ચિરંજીવ નું મૃત્યુ નથી હોતું જેમ કે અસ્વસ્થમા બાલી વ્યાસ જી નું મૃત્યુ નથી હોતું જેથી જ શ્રદ્ધાળુઓ હનુમાનજી ના પરમ ભક્ત બને છે
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"