ન્યુ દિલ્હી,તા.૨૪
ભારત અને ચીને એક બીજાની સાથે સૈન્ય સહયોગ વધારવાનો નિર્ણય કર્યો છે. રક્ષા મંત્રી નિર્મલા સીતારામન અને ચીનના રક્ષા મંત્રી વેંગ ફેંઘની વચ્ચે રાજધાનીમાં ગુરુવારે બે કલાક સુધી ચાલેલી મુલાકાતમાં આ નિર્ણય લેવામાં આવ્યો. ડોકલામ વિવાદ બાદ બંને દેશોના રક્ષા મંત્રીઓની આ પહેલી દ્વિપક્ષિય વાતચીત હતી.
બંને દેશોએ ડોકલામ જેવા ટકરાવથી બચવા માટે સેનાની વચ્ચે વાતચીતની પ્રક્રિયા શરૂ કરવાની સહમતિ સધાઈ. રક્ષા મંત્રાલય મુજબ, બંને દેશોની વચ્ચે પ્રસ્તાવિત હોટલાઇન સેવા પણ ટૂંક સમયમાં શરૂ કરવાની પણ સહમતિ સધાઈ. બંને દેશોના સશસ્ત્ર દળોની વચ્ચે પ્રશિક્ષણ, સંયુક્ત અભ્યાસ અને અન્ય ઓફિશિયલ વાતચીત અને સંબંધોના વિસ્તાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. બંને પક્ષોએ રક્ષા આદાન-પ્રદાન અને સહયોગ પર ૨૦૦૬માં થયેલી સમજૂતીને બદલે એક નવી દ્વિપક્ષીય સમજૂતી કરવાનો પણ નિર્ણય લીધો.
મળતી માહિતી મુજબ, આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ચીનના વુહાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે થયેલી અનૌપચારિક મુલાકાતમાં કરવામાં આવેલા નિર્ણયોને લાગુ કરવાનો હતો. ભારતીય-ચીન બોર્ડર પર ડોકલામ વિસ્તારમાં બંને દેશોની વચ્ચે ૧૬ જૂન ૨૦૧૬થી ૨૮ ઓગસ્ટ ૨૦૧૬ સુધી ઘર્ષણ ચાલ્યું હતું. સ્થિતિ ઘણી તણાવપૂર્ણ થઈ ગઈ હતી. બાદમાં ઓગસ્ટમાં આ ઘર્ષણ ખતમ થયું અને બંને દેશોમાં સેનાઓ પરત બોલાવવાની સહમતિ બની.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




