પ્રથમ ટેસ્ટ મેચ : ભારત માત્ર ૨૭૪ રન બનાવી ઓલઆઉટ

0
13

બર્મિગ્હામ,તા. ૩
ઇંગ્લેન્ડના બ‹મગહામ ખાતે શરૂ થયેલી પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડની ભૂમિ પર પ્રથમ અને આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટની ૨૩મી સદી ફટકારી હતી. ભારતની ટીમ ત્રીજા દિવસે માત્ર ૨૭૪ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી. જેમાં વિરાટ કોહલીએ શાનદાર ૧૪૯ રન બનાવ્યા હતા જેમાં ૨૨ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ઇંગ્લન્ડ તરફથી રને ૭૪ રન આપી ચાર વિકેટ ઝડપી હતી જ્યારે એન્ડરસન, રશીદ અને સ્ટોકે બે-બે વિકેટ ઝડપી હતી. ભારત તરફથી વિરાટ કોહલી સિવાય તમામ બેટ્‌સમેનો ફ્લોપ રહ્યા હતા. અગાઉ પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ઇઁગ્લેન્ડની ટીમ આજે ૨૮૭ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. પ્રથમ દિવસના સ્કોરથી આગળ રમતા ઇંગ્લેન્ડની ટીમ આજે કોઇ વધારે રન ઉમેરી શકી ન હતી અને ૨૮૭માં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી અશ્વિને ૬૨ રન આપીને ચાર વિકેટ અને સામીએ ૬૪ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. પ્રથમ દિવસે યજમાન ઇંગ્લેન્ડનો દેખાવ કંગાળ રહ્યો હતો. ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ દિવસે નવ વિકેટ ગુમાવીને ૨૮૫ રન કર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન રુટે સૌથી વધારે ૮૦ રન કર્યા હતા જેમાં નવ ચોગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે બેરશો ૭૦ રન કરી આઉટ થયો હતો. ભારતીય ટીમનો દેખાવ શાનદાર રહ્યો હતો. ભારત તરફથી ધારણા પ્રમાણે જ સ્પીનર અશ્વિને સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. લાંબા ગાળા બાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. ઇંગ્લેન્ડમાં બન્ને ટીમો વચ્ચે કુલ ૫૭ ટેસ્ટ મેચો રમાઇ છે. જે પૈકી ભારતે માત્ર છ ટેસ્ટ મેચો જીતી છે. આવી જ રીતે ઇંગ્લેન્ડે ૩૦ ટેસ્ટ મેચો જીતી છે. જે સાબિત કરે છે કે આંકડાની દ્રષ્ટિએ ઇંગ્લેન્ડની ટીમ કેટલી આગળ રહી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઇંગ્લેન્ડમાં રમાયેલી ૫૭ ટેસ્ટ મેચો પૈકી ૨૧ ટેસ્ટ મેચો ડ્રોમાં પરિણમી છે. આવી જ રીતે ઓવર ઓલ દેખાવની વાત કરવામાં આવે તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ૧૧૭ ટેસ્ટ મેચો રમાઇ છે. જે પૈકી ભારતે ૨૫ ટેસ્ટ મેચો જીતી છે. આવી જ રીતે ઇંગ્લેન્ડે ૪૩ ટેસ્ટ મેચો જીતી છે.
બન્ને દેશો વચ્ચે કુલ ૪૯ ટેસ્ટ મેચો ડ્રો જાહેર કરવામાં આવી છે. કેટલીક એવી ટેસ્ટ શ્રેણી રહી છે ત્યારે ભારતીય ટીમનો દેખાવ જારદાર દેખાવ રહ્યો છે. વર્ષ ૨૦૧૪માં એલિસ્ટર કુકના નેતૃત્વમાં ઇંગ્લેન્ડની ટીમે પાંચ ટેસ્ટ મેચોની પટોડી ટ્રોફી ૩-૧થી જીતી લીધી હતી. મોટા ભાગે ધોનીના નેતૃત્વમાં ભારતીય ટીમ છેલ્લા કેટલાક પ્રસંગોએ ઇંગ્લેન્ડની ટીમનો સામનો કરી શકી નથી. વર્ષ ૨૦૦૭માં રાહુલ દ્રવિડના નેતૃત્વમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં શ્રેણી ૧-૦થી જીતી જવામાં સફળ થઇ ગઇ હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)

*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY