ગાંધીનગર,તા.૨૦
શિયાળાનો પ્રારંભ થતા જ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં હજારો યાયાવર પક્ષીઓ આવી પહોંચે છે. પક્ષીઓ માટે સૌથી પ્રિય એવા કચ્છમાં અન્ય વિદેશી પક્ષીઓની સાથે આવેલા ૩ર૦ કિ.મી.ની તેજ ગતિાથી ઉડી શકતા ‘શાહીન’ બાજ પક્ષીપ્રેમીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સામાન્ય રીતે ડિસેમ્બરથી ફેબુ્રઆરીમાં ઠંડા સમયમાં જાવા મળતું પેરેગ્રીન ફાલ્કન નામનું બાજ એક માસ વહેલુ નવેમ્બરમાં આવી ગયું.
કચ્છના રણમાં કુદરતી રીતે રચાતા સરોવર જેવા વિસ્તારમાં આકાર લેતી સુરખાબ નગરી બહુ જાણીતી છે. સુરખાબ સિવાય અનેક વિદેશી પક્ષીઓ શિયાળામાં અહીં આવે છે. આ પૈકીનું એક શાહીન બાજ તાજેતરમાં જ દેખાયું છે. અંગ્રેજીમાં પેરેગ્રીન ફાલ્કન તરીકે ઓળખાતું આ પક્ષી મુળ ઉત્તર અમેરિકાનું વતની છે. ત્યાં ઠંડી વાધી જતા સાઉદી અરબમાં સ્થળાંતર કરે છે. અને ત્યાંથી અહી કચ્છના રણમાં આવે છે. છેક ઉત્તર અમેરિકામાંથી ૧૩,૦૦૦ કિ.મી.થી વાધારે અંતરનો લાંબો પ્રવાસ માત્ર બે-અઢી દિવસમાં જ ખેડીને આવી પહોંચેલા બાજ અહી પ્રજનન માટે આવે છે.
કચ્છના નાના રણમાં પાટડી દેશાળા વિસ્તારમાં આ પક્ષી દેખાયું હતું. સમગ્ર ભારતમાં કિયારેક હિમાચલ પ્રદેશના ઠંડા વિસ્તારોમાં પણ શાહીન જાવા મળે છે. આ પક્ષીની વિશેષતા તેની ઉડવાની તેજ ગતિ છે. તેની ઉડવાની મહત્તમ ઝડપ ૩૮૯ કિ.મી. એટલે કે ર૪ર માઈલ પ્રતિ કલાક સુધીની છે. પેરેગ્રીન ફાલ્કનનો મુળ ખોરાક આમ તો નાના પક્ષીઓ છે. પરંતુ તેની ક્ષમતા મુજબ બકરીના ચાર-પાંચ માસના નાના બચ્ચાને પણ પોતાના પંજાથી ઉપાડીને લઈ જઈ શકે છે. શકિતશાળી પંજા તેની મુખ્ય તાકાત છે. ૧રથી ર૪ વર્ષનું આયુષ્ય ધરાવતું શાહીન નાના ખોરાકને તો પંજામાં પકડીને આકાશમાં ઉડતા-ઉડતા જ ખાઈ જાય છે. અમેરિકાના ઈડાહો રાજ્યમાં તેના ચિત્રવાળો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે.
કચ્છના રણમાં હાલ ફ્લેમિગો, પેલીકલન, સ્પુન બિલ જેવા અનેક પ્રજાતિના હજ્જારો યાયાવર પક્ષીઓને વિસામો કરી રહ્યા છે. જેને કારણે કચ્છનું કુદરતી સૌંદર્ય વધુ ખીલી ઉઠ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



