ઢાકા,તા.૨૯
બાંગ્લાદેશમાં એક મહિલા પત્રકારની છરીના ઘા મારીને હત્યા કરી નાખવામાં આવી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સુબર્ના નોદી નામની ૩૨ વર્ષની પત્રકારની તેના ઘરે જ અજાણ્યા લોકોએ છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી.
સુબર્ના નોદી ખાનગી ન્યૂઝ ચેનલ આનંદા ટીવીની કોરસ્પોન્ડેન્ટ હતી. નોદી બાંગ્લાદેશના ડેઇલી વર્તમાનપત્ર જગરોતો બાંગ્લા ન્યૂઝપેપર માટે પણ કામ કરી રહી હતી. નોદી પાબના જિલ્લાના રાધાનગર વિસ્તારમાં રહેતી હતી. રાધાનગર વિસ્તાર ઢાકાથી ૧૫૦ કિલોમીટર દૂરના અંતરે આવેલો છે.
રિપોર્ટના જણાવ્યા પ્રમાણે નોદીએ પોતાના પતિથી છૂટાછેડા લેવા માટે અરજી કરી હતી. લગ્ન જીવનથી તેને નવ વર્ષની એક દીકરી પણ છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે મંગળવારે રાત્રે ૧૦ઃ૪૫ વાગ્યાની આસપાસ અમુક અજાણ્યા લોકો આવ્યા હતા અને નોદીના ઘરની ડોરબેલ વગાડી હતી.
નોદીએ જ્યારે ઘરનો દરવાજા ખોલ્યો ત્યારે તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દેવામાં આવ્યો હતો. હુમલા બાદ અમુક સ્થાનિક લોકોએ તેણીને હોÂસ્પટલ ખસેડી હતી. જાકે, રસ્તામાં જ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.
એડિશનલ એસપી ગૌતમ કુમાર બિસ્વાસના જણાવ્યા પ્રમાણે પોલીસે હુમલાખોરોને પકડવા માટે અલગ અલગ તપાસ ટીમો બનાવી છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



