મારી સંપત્તિ નાના ભાઈને આપી દેજા : મોબાઇલમાં વીડિયો રેકોર્ડ કરીને યુવક ટ્રેન સામે કૂદ્યો

0
19

થાણે,તા.૮
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણ રેલવે સ્ટેશન નજીક એક ૨૦ વર્ષના યુવકે ટ્રેન સામે ઝંપલાવીને આપઘાત કરી લીધો છે. આ બનાવ ગુરુવારે ત્યારે સામે આવ્યો હતો જ્યારે યુવકનો ક્ષત-વિક્ષત હાલમાં મૃતદેહ રેલવે ટ્રેક પાસેથી મળી આવ્યો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે યુવકે શા માટે આપઘાત કરી લીધો હતો તેની કોઈ જ માહિતી સામે આવી નથી. મૃતક યુવકની ઓળખ રોહિત પરદેશી તરીકે કરવામાં આવી છે. યુવકે આપઘાત પહેલા પોતાના મોબાઇલમાં એક વીડિયો સંદેશ રેકોર્ડ કર્યો હતો, જેમાં તે પોતાના મોત માટે કોઈને જવાબદાર ગણવામાં ન આવે તેવી વાત કહી રહ્યો છે. કલ્યાણ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દિનકર પીંગલે જણાવ્યું હતું કે અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે, તેમજ તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
અધિકારીએ વધુમાં કહ્યું કે, “પોલીસને યુવકનું માથું રેલવે ટ્રેકની એક તરફથી અને ધડ બીજી તરફથી મળી આવ્યું હતું. અમે તેનો મોબાઇલ ફોન ચેક કર્યો ત્યારે તેમાં તેણે એક વીડિયો સંદેશ રેકોર્ડ કર્યો હોવાનું માલુમ પડ્યું હતું.
વીડિયોમાં યુવકે એવું પણ કહી રહ્યો છે કે, તેના પરિવારમાં તેના નાના ભાઈ સિવાય બીજું કોઈ નથી. આથી તેની તમામ સંપત્તિ તેને આપી દેવામાં આવે. આપઘાત પહેલાનો યુવકનો વીડિયો સંદેશ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ કેસમાં અમે વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY