રેલવે પ્રવાસીઓ માટે ખુશખબર : પાંચ એસી ટ્રેનનાં ભાડાંમાં કરાયો ઘટાડો

0
18

ગદગ-મુંબઈ એક્સ.ટ્રેનનો સમાવેશ
ન્યુ દિલ્હી,તા.૧૪
ભારતીય રેલવેએ પ્રવાસીઓને વધુ સુવિધાઓ આપવાના ભાગરૂપે દક્ષિણ-પશ્ચિમ રેલવે ઝોનમાં એસી કોચનાં ભાડાંમાં ઘટાડો કર્યો છે. રેલવેએ પાંચ મુખ્ય એક્સપ્રેસ ટ્રેનનાં ભાડાંમાં ઘટાડો કર્યો છે. આ પાંચેય ટ્રેન બેંગલુરુ, ગદગ અને મૈસૂરથી ઉપડે છે. રેલવેએ વધુ ને વધુ પ્રવાસીઓ ટ્રેનના એસી કોચ કે ચેર કારમાં પ્રવાસ કરી શકે તે માટે ભાડાંમાં ઘટાડો કર્યો છે.
રિપોર્ટ અનુસાર ડાયનેમિક ફેરમાં એસી ટિકિટની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રેલવે બોર્ડે અન્ય ઝોનના રેલવે અધિકારીઓને પણ ડાયનેમિક ફેરમાં ઘટાડો કરવા અપીલ કરી છે કે જેથી એસી રેલવે કોચમાં પ્રવાસીઓની સંખ્યા વધારી શકાય.
જે ટ્રેનમાં રેલ ભાડાં ઘટાડવામાં આવ્યાં છે તેમાં ગદગ-મુંબઇ એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે. આ ટ્રેનમાં એસી કોચનું ભાડું રૂ.૪૯પ હતું તે ઘટાડીને રૂ.૪૩પ કરવામાં આવ્યું છે. એ જ રીતે મૈસૂર-શિરડી વીકલી એક્સપ્રેસ ટ્રેનમાં એસી કોચનું ભાડું રૂ.૪૯પ હતું, જે હવે ઘટાડીને રૂ.ર૬૦ કરવામાં આવ્યું છે.
યશવંતપુર-બિકાનેર એક્સપ્રેસમાં બેંગલુરુથી હુબલી સુધીનું ભાડું રૂ.૭૩પથી ઘટાડીને રૂ.પ૯૦ કરવામાં આવ્યું છે અને યશવંતપુર-સિકંદરાબાદ એક્સપ્રેસનું એસી કોચનું ભાડું રૂ.૩૪પથી ઘટાડી રૂ.૩૦પ કરવામાં આવ્યું છે. દક્ષિણ-પશ્ચિમ રેલવેનું ભાડું રૂ.૭૩પથી ઘટાડીને રૂ.પ૯૦ કરવામાં આવ્યું છે.
રેલવેએ આઇઆરસીટીસી અને કાઉન્ટર ટિકિટ બુકિંગ સોફ્ટવેરમાં ફેરફાર કર્યો છે અને હવે રેલવે ટિકિટ પર પણ બારકોડ લગાવવામાં આવશે. ટ્રેનમાં ટીટીઇને એવાં મશીન આપવામાં આવશે, જે ટ્રેન ટિકિટ પર આપવામાં આવેલા બારકોડને વાંચી શકશે અને આ મશીન રેલવેના સર્વર સાથે કનેક્ટ હશે એટલે હવે બનાવટી ટિકિટ પર પ્રવાસ કરતા ખુદાબક્ષ ઝડપાઇ જશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY