બિલમાં ડિસ્કાઉન્ટ્‌સનો ઉલ્લેખ નહીં હોય તો ખર્ચ તરીકે ગણવાની છૂટ મળશે

0
25

વેપારીઓ-ગ્રાહક વર્ગને મોટી રાહત
ન્યુ દિલ્હી,તા.૧૪
દેશનાં વેપારીઓ અને ગ્રાહક વર્ગને મોટી રાહત આપવામાં આવી છે. નવી નીતિ મુજબ હવે બીલમાં જે ડિકાઉન્ટસનો ઉલ્લેખ નહીં હોય તો તેને ખર્ચ તરીકે ગણવાની છૂટ મળશે.
ઈન્કમટેકસ એપેલેટ ટ્રિબ્યુનલની હૈદ્રાબાદ બેન્ચે આ ચૂકાદો આપ્યો છે. બેન્ચે એમ ઠરાવ્યું છે કે, કેશટ્રેડ ડિસ્કાઉન્ટ જે ગ્રાહકોને અપાય છે તેને બિઝનેસ ખર્ચ ગણાશે. આ ચુકાદાથી વેપારી વર્ગને મોટી રાહત મળી છે કારણ કે, અગાઉ વેટ અને અત્યારના જીએસટીના માળખા હેઠળ આ સુવિધા કે છૂટછાટ અપાયા નથી.
જે ડિસ્કાઉન્ટનો બીલમાં ઉલ્લેખ ન હોય તેને બિઝનેસ ખર્ચ ગણવાની રાહતથી વેપારીઓને ઘણો ફાયદો થશે.
આ ચુકાદો વેપારીઓ માટે મહત્વનો એટલા માટે છે કે, વેચાણથઈ ગયા બાદ જે ડિસ્કાઉન્ટ અપાય છે અને જે બીલમાં સામેલ નથી તેને બિનઝનેસ ખર્ચ ગણવાની રાહત અપાઈ છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટ્રેકટર્સના ઓથોરાઈઝ ડિલરને લગતા આવા એક કેસમાં બેન્ચે આ ચુકાદો આપ્યો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY