કેફી,માફક પદાર્થો પકડવા ખાસ ડ્રાઈવ યોજવા ડીજીપીનો આદેશ

0
32

ગાંધીનગર,તા.૧૧
ગુજરાતમાં કોઇપણ જાતના માદક પદાર્થોનું વેચાણ કે હેરફેર ન થાય અને રાજ્યના યુવાનોમાં આ દૂષણ રહેવા ન પામે તે માટે ડી.જી.પી. દ્વારા એક ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ડ્રગ્સ, અફીણ, ગાંજો, ચરસ જેવા નશાકારક માદક પદાર્થો ગુજરાતમાં કોઇપણ સંજાગોમાં મળે નહિ તે માટે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા આ માટે ATSના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ SPECIAL OPERATION GROUP(SOG)ની ટીમોને તાત્કાલીક આ અંગે દરોડા પાડવા અને આવા માદક પદાર્થોનું ક્યાંય પણ વેચાણ કે સેવન થતું હોય તો તે સંદર્ભે ગુનાઓ દાખલ કરી કેસ કરવા સૂચના આપી છે.
આ માટે SOGના પોલીસ અધિક્ષક હિમાંશું શુક્લાના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ ATS દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ શહેરમાં ATS દ્વારા બે ગુનાઓમાં કુલ મળીને ૧૦ કીલો ૨૯૦ ગ્રામ ગાંજો પકડવામાં આવેલ છે. અમદાવાદના ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ આ બંને ગુનાઓમાં બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે. તેવી રીતે ગાંધીનગરના પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા પણ ગાંધીનગર જીલ્લાની SOGની ટીમને આપેલ આદેશ મૂજબ બે કેસોમાં કુલ મળીને ૩૨ કીલો ગાંજા પકડી પાડયો છે. બંને ગુનાઓમાં કુલ ૫ આરોપીઓની ઘરપકડ પણ કરવામાં આવેલ છે.
આગામી દિવસોમાં પણ ATSના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં નાર્કોટીક્સ પકડવા માટે કાર્યવાહી વધુ સઘન અને તેજ કરવા ડી.જી.પી.એ આદેશ આપ્યા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર 
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.

🎂
—

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY