તિરાના,તા.૨૭
કુદરના કહેર સામે લાચાર માનવી કરી પણ શુ શકે. ત્યારે અલ્બાનિયામાં મંગળવારે આવેલ ભયાનક ભૂકંપ બાદ કાટમાળમાંથી મળેલા મૃતદેહોની સંખ્યા વધીને ૨૧ સુધી પહોંચી ગઈ છે અને ૬૦૦થી વધારે લોકો ઘાયલ થયા છે. રક્ષા મંત્રાલયએ જણાવ્યું કે, મૃત્યુપામનારની સંખ્યા સાંજે વધીને ૨૦ થઈ ગઈ હતી. અમેરિકા ભૂગર્ભ સર્વેક્ષણ અનુસાર ૬.૪ તીવ્રતા સાથે આવેલા ભુકંપનું કેન્દ્ર રાજધાની તિરાનાથી ૩૦ કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં હતુ. ત્યાર બાદ ૫.૧ અને ૫.૪ની તીવ્રતાવાળા ઝટકા અનુભવાયા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલયએ જણાવ્યું કે, લગભગ ૬૦૦ લોકો ઘાયલ થયા છે. જેમાં અમુકની હાલત ખુબ ગંભીર છે. રક્ષા મંત્રાલયએ જણાવ્યું કે, તિરાનાથી ૩૩ કિલોમીટર દુર દુર્રેસમાં પડેલી ઈમારતમાંથી સાત મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. થુમાને શહેરમાં પણ એક ઈમારત પડતા કાટમાળમાંથી પાંચ મૃતદેહો કાઢવામાં આવ્યા હતા. એક અન્ય ઘટનામાં કુર્બિનમાં ભૂકંપ આવતા લોકો ગભરાઈને પોતાના ઘર બહાર છલાંગ લગાવતા એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે ઉત્તરના શહેર લેજ્હામાં રસ્તો ટુટતા એક અન્ય વ્યક્તિનું મોત થયું છે. બચાવદળ ભૂકંપના કારણે પડેલી ઈમારતોમાં દબાઈને ફસાયેલા લોકોને બચાવાનો પ્રયાસ કરી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


