ટોક્યો ઓલિમ્પિક-૨૦૨૦ ગેમ્સનો કાર્યક્રમ જાહેર, ૨૪ જુલાઈથી શરૂ થશે

0
11

ટોક્યો,તા.૧૭
આગામી વર્ષે જાપાનની રાજધાની ટોક્યોમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ઓલમ્પિકની સત્તાવાર વેબસાઇટ પર આ વાતની જાણકારી આપવામાં આવી છે. ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત ૨૪ જુલાઈથી થઈ રહી છે. આ રમત ૯ ઓગસ્ટ સુધી ચાલશે. રમતના આ મહાકુંભના ઉદ્ઘાટન સમારોહના બે દિવસ પહેલા જ મહિલા ફુટબોલ પ્રી-રાઉન્ડ રમાશે. ઉદ્ઘાટન સમારોહ ૨૪ જુલાઈએ આયોજીત કરવામાં આવશે.
રોઇંગ અને આર્ચરીની શરૂઆત ૨૪ તારીખથી થશે. તો મહિલા શૂટિંગ ૧૦ મીટર એર રાઇફલ સ્પર્ધાનું આયોજન પ્રથમ દિવસે થશે અને આ દિવસે મેડલ રાઉન્ડ પણ રમાશે. પ્રથમ દિવસે કુલ ૧૧ મેડલ દાવ પર હશે, જેમાં શૂટિંગ સિવાય આર્ચરી, સાઇક્લિંગ, ફેન્સિંગ, જૂડો, તાઇક્વાંડો અને વેઈટ લિફટીંગના મેડલોની રેસ હશે.
બીજા દિવસે બાસ્કેટબોલ ૩ ટ ૩ની શરૂઆત થશે. એક ઓગસ્ટે ૨૧ મેડલ માટે ટક્કર થશે. આ દિવસે જૂડો, ટ્રાઇથલન, શૂટિંગમાં મેડલો પર નજર રહેશે. આગામી દિવસે મહિલા મેરાથોન, પુરૂષ ૧૦ મીટર એથલેટિક્‌, જિમ્નૈસ્ટિક અને પુરૂષ ટેનિંગ સિંગલ કુલ મળીને ૨૬ મેડલ દાવ પર હશે. આઠ ઓગસ્ટે કુલ ૩૦ સ્પર્ધાના ફાઇનલમાં ખેલાડી સંઘર્ષ કરશે. આ દિવસે રિદમ જિમ્નૈસ્ટિક, મહિલા ગોલ્ફ, પુરૂષ બાસ્કેટબોલ, પુરૂષ ફુટબોલ, પુરૂષ વોલીબોલ, આર્ટિસ્ટિક સ્વીમિંગમાં ફાઇનલ રમાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY