યુવરાજ સિંહ ગ્લોબલ ટી-૨૦ લીગ ટૉરન્ટો નેશનલ્સમાં સામેલ થયો

0
9

ટોરન્ટો,તા.૨૧
હાલમાં જ આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાંથી સંન્યાસ લેનારો ટીમ ઇન્ડિયાનો પૂર્વ સ્ટાર ખેલાડી યુવરાજ સિંહ એકવાર ફરી ક્રિકેટનાં મેદાનમાં પુનરાગમન કરવા માટે તૈયાર છે. કેનેડાની ગ્લોબલ ટી-૨૦ લીગનાં ૨૦૧૯ એડિશને યુવરાજ સિંહની તસવીર પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. કેનેડાઈ ટી-૨૦ લીગે સમાચાર આપતા કહ્યું કે, ‘દરેક યુવરાજ ફેન્સ માટે! ગ્લોબલ ટી-૨૦ લીગ ૨૦૧૯ માટે ટૉરન્ટો નેશનલ્સમાં સામેલ થયો યુવરાજ સિંહ.’
આ પહેલા સમાચાર આવ્યા હતા કે યુવરાજ સિંહે બીસીસીઆઈ તરફથી દુનિયાભરની ટી-૨૦ લીગમાં રમવાની પરવાનગી માંગી હતી, કેમકે બીસીસીઆઈનાં નિયમો પ્રમાણે કોઈપણ ભારતીય ખેલાડી સંન્યાસ પહેલા બહારની ક્રિકેટ લીગમાં ભાગ ના લઇ શકે. હવે યુવરાજ સિંહ આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ ચુક્યો છે તો તેના માટે બહારની લીગનાં દરવાજા ખુલ્લા છે. આ પહેલા પૂર્વ ખેલાડી વિરેન્દ્ર સેહવાગ અને ઝહીર ખાને પણ સંન્યાસ બાદ યૂએઈમાં ટી-૧૦માં ભાગ લીધો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY