ટોરેન્ટો,તા.૧૭
વૈજ્ઞાનિકોએ એવી દવા બનાવવાનો દાવો કર્યો છે જે વધતી ઉંમર અને ડિપ્રેશનના કારણે ઘટી ગયેલી યાદશકિતને પરત લાવે છે. ટોરેન્ટોના એડિક્શન એન્ડ મેન્ટલ હેલ્થ સેન્ટર દ્વારા આ દવા તૈયાર કરવામા આવી છે. વૈજ્ઞાનિકોએ તેનો ટ્રાય વધારે ઉંમરવાળા ઉંદરો પર કર્યો છે. રિસર્ચ દરમિયાન તે ઉંદરોની યાદશકિતમાં વધારો જોવા મળ્યો છે. ટૂંક સમયમાં આ દવા માણસો ઉપર પણ ટ્રાય કરવામાં આવશે. વોશિંગ્ટનમાં થયેલા અમેરિકન એસોસિયેશન ફોર ધી એડ્વાન્સ ઓફ સાયન્સની બેઠકમાં આ વિશેની માહિતી આપી છે.
મુખ્ય શોધકર્તા ડા. એટની સિબલીના જણાવ્યા પ્રમાણે વર્તમાનમાં ડિપ્રેશન અને મેન્ટલ ડિસઓર્ડરના કારણે ઓછી થયેલી યાદશકિત પરત લાવવાની કોઈ દવા નથી. નવી દવા બેંજાડાયજેફીન ડ્રગનો એક પ્રકાર છે. જેને એન્ટી- એન્ઝાયટી અને ડિપ્રેશન ડ્રગ વેલિયમ તરીકે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ વેલિયમ ડ્રગને વધારે સારી દવા તરીકે રજૂ કરી છે.
ડા એટીનનું કહેવું છે કે, નવા દવાથી મગજમાં નવ યુવકોની જેમ કોશિકાઓ ફરી ડેવલપ થવા લાગે છે. રિસર્ચ દરમિયાન સ્ટ્રેસના કારણે જે ઉંદરોમાં યાદશકિતમાં ઘટાડો થયો હતો તેમને આ નવી દવા આપવામાં આવી હતી. અંદાજે ૩૦ મિનિટમાં જ ઉંદરની યાદશકિતમાં વધારો જાવા મળ્યો હતો અને પ્રયોગ દરમિયાન તેઓ ચોક્કસ રીતે કોયડા ઉકેલતા જાવા મળ્યા હતા. અન્ય એક પ્રયોગમાં મોટી ઉંમરના ઉંદરોને દવા આપવામાં આવી હતી. થોડા સમય પછી તેમના પર્ફોમન્સમાં ૮૦ ટકાનો વધારો થયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


