આગામી ૨૯ ઓક્ટોબરથી દોડનારી ભારતની પ્રથમ એન્જીનલેસ ટ્રેન વિશે જાણો…..

0
7

ન્યુ દિલ્હી,તા.૨૬
ભારતમાં બનેલી પહેલી એન્જીન વગરની ટ્રેન આગામી ૨૯ ઓક્ટોબરથી ટ્રાયલ આપવા તૈયાર છે. આ ટ્રેન ભારતની સૌથી ઝડપી ટ્રેન પ્રીમિયમ શતાબ્દી એક્સપ્રેસને પણ ટક્કર આપશે. આ ટ્રેનનું નામ ્‌ટ્ઠિૈહ ૧૮ છે. ૨૯ ઓક્ટોબરથી તેનું ટ્રાયલ શરૂ થઇ જશે. આ ટ્રેનથી ભારતીય રેલવેને નવી દિશા મળશે. આ રેલવે ટેક્નોલોજીની દિશામાં એક નવી ઉડાન સાબિત થવાની છે.
આ ટ્રેનનું ટ્રાયલ ફેક્ટરીની બહાર ત્રણ-ચાર દિવસ માટે થશે. જે બાદ તેને રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડડ્‌ર્ઝ ઓર્ગેનાઇઝેશને ટ્રાયલ માટે સોંપવામાં આવશે. આ ટ્રેનમાં સેલ્ફ પ્રોપલ્શન છે, જેના કારણે આ ટ્રેન ૧૬૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ચાલી શકે છે. આ ટ્રેનમાં ક્વિક એક્સીલરેશનને ઇન્હેંસ કરવામાં આવ્યું છે. આ ટ્રેનમાં ૧૬ કોચ છે. મુસાફરીમાં શતાબ્દી ટ્રેન કરતા ૧૫% ઓછો સમય આ ટ્રેનમાં લાગશે.
આ ટ્રેનની મહત્તમ સ્પીડ ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની છે પરંતુ તેના માટે આ ટ્રેનને અનુકુળ ટ્રેકની જરૂર પડશે. તેથી પહેલા ટ્રેકને ઇમ્પ્રુવ કરવામાં આવશે ત્યારે આ ટ્રેન આ સ્પીડ પર ચાલી શકશે. તેમાં યાત્રિકોને સુચના આપવા માટે સ્પિકર, સામાન રાખવા માટેની જગ્યા, બાયો-વેક્યૂમ સિસ્ટમ સાથે મોડ્યૂલ ટોયલેટ હશે. આ સિવાય ટ્રેનમાં ય્ઁજી બેઝ્ડ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ સિવાય ડિફ્યૂઝ્ડ લાઇટિંગ, ઓટોમેટિક દરવાજા અને રિટ્રેકેબલ સીડી હશે. આ ટ્રેનનું નામ ટ્રેન ૧૮ એટલા માટે છે કારણ કે તેને ૨૦૧૮માં લોન્ચ કરવામાં આવી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY