વાઘોના અસ્તિત્વ સામે સૌથી મોટો ખતરો : વિશ્વમાં ૪૦૦૦થી પણ ઓછા વાઘ બચ્યા

0
12

ન્યુ દિલ્હી,તા.૨૬
સિંહને લઈને હજુ ચિંતા ઘટી નથી એવામાં વિશ્વ લેવલે વાઘના સમાચાર ખૂબ દયાજનક છે. વિશ્વભરના વાઘના અભ્યાસને લઈને ખૂબ ચિંતાજનક પરિણામ મળ્યું છે. અભ્યાસ અનુસાર, વાઘની સંખ્યામાં સતત ઘટાડો થયો છે અને આજે ફક્ત છ ઉપજાતિઓ જ રહી છે. વૈજ્ઞાનિકોએ ગુરુવારે આ પુષ્ટી કરી. આ અભ્યાસના પરિણામો અનુસાર વિશ્વભરમાં ૪,૦૦૦થી ઓછા વાઘ જ જીવતા છે.
છ પેટાજાતિઓમાં બંગાળ ટાઇગર, અમુર ટાઇગર (સાઇબેરીયન ટાઇગર), દક્ષિણી ચાઇના ટાઇગર, સુમાત્રા ટાઇગર, ભારતીય-ચાઇનીઝ ટાઇગર અને માલા ટાઇગર શામેલ છે. વાઘની અન્ય ત્રણ પેટાજાતિઓ કેસ્પિયન, જાવા ટાઇગર અને બાલી ટાઇગર્સ લુપ્ત થઈ ગઈ છે. વાઘના અસ્તિત્વ માટેનું સૌથી મોટું જાખમ તેમના વસવાટ અને શિકારની ખોટ છે. આ પ્રજાતિઓને વધુ સારી રીતે સાચવવા અને યોગ્ય વાતાવરણ તેમજ વસવાટનો પ્રશ્ન વૈજ્ઞાનિકો માટે લાંબા સમય સુધી ચર્ચાનો મુદ્દો બની રહ્યો છે.
વૈજ્ઞાનિકો વાઘની પેટાજાતિઓ વિશે એકમત નથી. કોઈ કહે છે કે બે પ્રકારના વાઘ છે અને બીજા માને છે કે પાંચ કે છ પ્રકારનાં છે. બેઇજિંગમાં પેકિંગ યુનિવર્સિટીનાં કરેલા અભ્યાસમાં શુ લીને જાનનું કહેવું છે કે વાઘની વૈશ્વિક પ્રજાતિઓની સંખ્યામાં બધા એકરૂપ ન હોવાથી લુપ્ત થતી જાતિને કંઇ રીતે બચાવવી એના માટે એકત્ર થવું જાઈએ. આ અભ્યાસ ‘વર્તમાન જીવવિજ્ઞાન’ માં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY