શ્રીનગર,તા.૨૬
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોની કાર્યવાહીથી અકડાયેલા આતંકવાદીઓએ પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં સેનાના એક કેમ્પ ઉપર હુમલો કર્યો હતો. જેમાં સેનાનો એક જવાન શહીદ થઈ ગયો છે. બીજી તરફ સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
અથડામણ દરમિયાન એક જવાન શહીદ થયો હોવાનું જાણવા મળે છે. આ વિસ્તારમાં હજુ ૨-૩ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકાના પગલે ભારતીય સેના કાર્યવાહી કરી રહી છે. ત્રાલમાં ભારતીય સુરક્ષા દળના કેમ્પને નિશાન બનાવીને ત્રાસવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં બે ભારતીય જવાનો ઘાયચલ થતા તેમને સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા એક જવાન શહીદ થયા હતા.
હુમલા બાદ ભારતીય સુરક્ષા એજન્સીના જવાનો પણ જવાબી કાર્યવાહી કરી હતી પરંતુ અંધારાનો ગેરલાભ લઈને આતંકવાદીઓ પલાયન થઈ ગયા હતા. જેથી જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને તેમની શોધખોળ આ્રરંભી હતી. તેમજ જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે જવાનોએ છ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. દરમિયાન બારામૂલા વિસ્તારમાં શુક્રવારે સવારથી આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ ચાલી રહ્યું છે.
જેમાં એક જવાન શહીદ થયો છે. જયારે બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. સોપોરના મલગાનિપોર વિસ્તારમાં આવેલા એક ઘરમાં આતંકવાદીઓ છુપાયેલા છે. તેમજ તેઓ થોડી-થોડી વારે ગોળીબાર કરી રહ્યાં છે. આ અથડામણને કારણે આતંકવાદીઓને બહારથી કોઈ મદદ ન મળી શકે તે માટે આ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


