લંડન,તા.૨૬
બ્રિટનની રાજધાની લંડનની ઈન્ફર્મેશન કમિશનરની ઓફિસે ગુરુવારે ડેટા સંરક્ષણ કાનૂનનો ગંભીર રીતે ભંગ કરનાર ફેસબુકને પાંચ લાખ પાઉન્ડ(૪ કરોડ)નો દંડ ફટકાર્યો છે. આ દંડ બ્રિટિશ ફર્મ કૈંબ્રિજ એનાલિટિકા મામલામાં આ સોશ્યલ નેટવ‹કગ સાઈટના વર્તનને લઈને લગાવાયો છે.
વાસ્તવમાં, કૈંબ્રિજ એનાલિટિકાએ ખોટી રીતે કરોડો ફેસબુક યૂઝર્સનો ડેટા મેળવ્યો હતો. જેનો ઉપયોગ કથિત રીતે વર્ષ ૨૦૦૬માં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચાર અભિયાન માટે કરાયો હતો.
ઈન્ફર્મેશન કમિશનરની ઓફિસે પોતાની તપાસમાં જાણ્યું કે ૨૦૦૭ થી ૨૦૧૪ની વચ્ચે ફેસબુક યુઝરોની પરમીશન વગર એપ બનાવનારાઓને ખાનગી માહિતી આપી હતી. બ્રિટનમાં કાનૂન ભંગ અંતર્ગત ફેસબુકમાં પર વધારે દંડ ફટકારવામાં આવ્યો છે. જા આ મામલામાં યુરોપિયન યુનિયનના નવા ડેટા સુરક્ષા કાનૂન લાગુ થયા બાદ દંડ ફટકાર્યો હોત તો રકમ હજુ વધારે થઈ હોત. ડેટા લીક થવાની ઘટના બાદ યુરોપિયન યુનિયને કડક કાનૂન બનાવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે માર્ચમાં ડેટા લીક થવાના મામલાનો પર્દાફાશ થતાં ફેસબુકની દુનિયાભરમાં ખૂબ ટીકા થઈ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


