ન્યુ દિલ્હી,તા.૨૨
કેરાલા માટે દેશના વિવિધ રાજ્યોની સાથે સાથે અન્ય દેશોએ પણ મદદ કરવાની ઓફર કરી છે. જોકે ભારત આ સહાય સ્વીકારવાનો વિન્રમતાથી ઈનકાર કરી દેશે. તેવુ સૂત્રોનું કહેવુ છે. સરકાર દેશના જ વિવિધ સ્ત્રોતનો ઉપયોગ કેરાલાને બેઠુ કરવા માટે કરશે.
અન્ય દેશો પૈકી યુએઈ સહાય કરવા માટે તત્પર છે. યુએઈએ કેરાલાને ૭૦૦ કરોડ રૂપિયાની મદદ કરવાની ઓફર કરી છે. આ જ રીતે કતારે ૩૫ કરોડ અને માલદિવે પણ ૫૦૦૦૦ ડોલરની મદદ કરવા માટે પ્રસ્તાવ મૂક્યો છે.
ભારત સરકાર આ માટે આભાર વ્યક્ત કરી ચુકી છે પણ સરકાર આ મદદ નહી સ્વીકારે કારણકે આ મુદ્દે ભૂતકાળમાં પણ સરકારનુ વલણ આવુ જ રહ્યું છે. ૨૦૧૩ના ઉત્તરાખંડમાં પૂર આવ્યુ ત્યારે પણ યુપીએ સરકારે વિદેશી મદદ સ્વીકારવાનો નમ્રતાથી ઈનકાર કરી દીધો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



