ટૂંક સમયમાં કારની નંબર પ્લેટ કંપની દ્વારા લગાડવામાં આવશે : ગડકરી

0
99

ન્યુ દિલ્હી,
તા.૧/૪/૨૦૧૮

આ માટે અલગથી ચાર્જ ચૂકવવો નહિ પડે

કેન્દ્રી માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ટૂંક સમયમાં જ કાર પર નંબર પ્લેટ કંપની દ્વારા જ લગાડવામાં આવશે. તેના પર કારનો નંબર બાદમાં મશીનથી લખવામાં આવશે, તેના માટે ખરીદનારે અલગથી પૈસા નહીં ચુકવવા પડે.
હાલ કારમાં નંબર પ્લેટ લાગેલી નથી હોતી. કાર ખરીદનાર બાદમાં નંબર પ્લેટ લગડાવે છે. આ પ્લેટને બનાવવાનું કામ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ એજન્સીઓ કરે છે. નંબર પ્લેટને ડિસ્ટ્રક્ટ લેવલ રીઝનલ ટ્રાંસપોર્ટ ઓફિસ સંબંધિત રાજ્યોમાં જાહેર કરે છે.

ગડકરીએ કહ્યું કે, આ સુવિધાથી ઉપભોક્તાને ફાયદો મળશે. સાથે જ કારમાં એક જેવી જ નંબર પ્લેટ લાગશે. તેઓએ વધુમાં કહ્યું કે સુરક્ષા સાથે કોઈજ સમજૂતી નહીં કરાય. તેની સાથે જાડાયેલી તમામ શર્તો પણ સમાન જ હશે, તે પછી ઈકોનોમી મોડલ્સ હોય કે લક્ઝરી

સરકારે હાલમાં જ તમામ કાર નિર્માતા કંપનીઓએ કેટલીક સિક્યોરિટી ફિચર્સ અનિવર્ય કરવા માટે નિર્દેશ આપ્યાં છે. તે અંતર્ગત જુલાઈ ૨૦૧૯થી દરેક કાર મોડલમાં ઓછામાં ઓછા ડ્રાઈવર સાઈડ પર એરબેગ હશે. કારમાં ૮૦ કિલોમીટર પ્રતિ કલાકથી વધુ સ્પીડ હોવા અંગે સિક્યોરિટી એલર્ટનું સિસ્ટમ હશે. સીટ બેલ્ટ ન લગાવવા પર પણ એલર્ટની સુવિધા થશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY