રાજકારણીઓ ઉધઈની જેમ દેશને કોરી ખાશે એમાં કોઈ શંકા નથી…!!

0
29

રામમંદિર મુદ્દે જેમ જેમ સુનાવણીની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ બંને પક્ષ સુપ્રીમ કોર્ટ પર દબાવ લાવવાની કોશિશ કરતાં હોય તેમ જણાઈ રહ્યું છે. આ સંદર્ભે કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા એવા ગિરિરાજ સિંહ પોતાના આડાતેડા નિવેદન માટે જાણીતા છે. રામમંદિરને લઈને તેમણે આપેલી સલાહ ખૂબ જ વિવાદિત બની છે. ગિરિરાજે જણાવ્યું છે કે બહુમતી મુસ્લિમો રામમંદિરની તરફેણમાં છે, પરંતુ જે લોકો આડા આવે છે તે સમજી જાય અને સમર્થન આપે, અન્યથા હિન્દુઓની લાગણી જ્વાળામાં પરિવર્તિત થશે. ગિરિરાજને આવું કહેવાનો કોઈ અધિકાર નથી. સમગ્ર હિન્દુ સમાજનો ઠેકો તેમણે લેવાની કોઈ જરૂર નથી. આ દેશમાં રામમંદિર બનશે જ, કોર્ટની પરવાનગી, આપસની સમજૂતી અને ભાઈચારાથી રામમંદિરનું નિર્માણ થશે જ અને થવું પણ જાઈએ કેમ કે રામમંદિર એ દરેક હિન્દુઓનો અને માત્ર હિન્દુઓનો જ નહીં, પરંતુ આ દેશના સમગ્ર નાગરિકોનો હક છે.ગિરિરાજના નિવેદનને કારણે દેશમાં તનાવપૂર્ણ પરિસ્થિતિ પેદા થઈ શકે તેમ છે. ગિરિરાજના બકવાસની સાથે જ સમાજવાદી પાર્ટીને આઝમ ખાને પણ બફાટ ચાલુ કરી દીધો હતો, આઝમખાને એવું કહીને હિન્દુઓને ઉશ્કેરવાની કોશિશ કરી હતી કે જ્યારે મીર બાકી આ મસ્જિદ બંધાવી રહ્યો હતો ત્યારે તમારી (હિન્દુઓની) મર્દાનગી કિયા ગઈ હતી? આવું કહીને આઝમખાન સીધો જ હિન્દુઓના પૂર્વજાને નામર્દ કહી રહ્યો હતો.
ઈતિહાસમાં જે તે સમયે જેનું રાજ હતું તેમણે પોતાના શાસનકાળ દરમિયાન પોતાના ધર્મને આગળ ફેલાવવાનું કામ કર્યું હતું. જે સમયે દેશમાં મોગલોનું શાસન હતું ત્યારે અનેક હિન્દુ મંદિરો તોડીને મસ્જિદ ઊભી કરવામાં આવી હતી. હવે આ દેશમાં લોકશાહી છે, લોકશાહીની રીતે આ દેશનો કારભાર ચાલી રહ્યો છે, તમામ ધર્મના લોકો અહીં શાંતિથી રહી શકે છે. તેમના ધર્મ પાળી શકે છે, કોઈ પણ વ્યકિત પર કોઈ ધર્મ પાળવા કે ન પાળવા માટેનો કોઈ પણ પ્રકારનો દબાવ નથી. પરંતુ આનો મતલબ એવો કિયારેય ન થવો જાઈએ કે આ દેશ હિન્દુઓનો નથી. સૌથી પહેલી વાત એ છે કે આ દેશ હિન્દુઓનો છે, હિન્દુઓની લાગણી દુભાવીને કોઈ પણ આ દેશમાં શાંતિથી રહી શકે તેમ નથી. આઝમ ખાન જે વાત કરી રહ્યો છે તે કિયાક ને કિયાક હિન્દુઓની ભાવના ભડકાવવાની વાત છે. ખાસ કરીને રાજપૂતોની. કેમ કે જે તે સમયે દેશમાં મોગલોએ મંદિર તોડીને મસ્જિ ઊભી કરી તે સમયે આ દેશની સુરક્ષાની જવાબદારી ક્ષત્રિયોની હતી. આમ આઝમ ખાન એક કાંકરે બે પક્ષી મારીને હિન્દુઓની ભાવના ભડકાવી આવનારી ચૂંટણીમાં મુસ્લિમોના મત અંકે કરવા માગે છે. જે રીતે એકબીજા પર કાદવ ઉછાળી રહ્યો છે તે જાતાં એક વાત તો નક્કી છે કે રામમંદિર હવે તમામ પક્ષો માટે મોટી મતબેન્ક બની ગયું છે. એક સમયે રામમંદિર માત્ર ભાજપનો ઈજારો હતો એ હવે તમામ પક્ષોની જરૂરિયાત બની ગઈ છે. જે જેટલા મોટેથી રામમંદિરનો રાગ આલાપશે એ એટલા વધુ મત લઈ જશે તેવું આ રાજકારણીઓને લાગી રહ્યું છે. આ તો શરૂઆત છે જેમ જેમ સુનાવણી શરૂ થશે તેમ તેમ આવા લવારા વધી શકે તેમ છે. આવા લવારા કરનારાઓને સીધા કરવા એ આપણું કામ છે. હિન્દુ અને મુસ્લિમ સમાજ આપસમાં બેસીને શાંતિથી આ મુદ્દે ઉકેલ લાવે તે જરૂરી છે, મતનું રાજકારણ રમનારા આવા રાજનેતાઓને ખુલ્લા પાડવા જરૂરી છે, નહીં તો આ રાજકારણીઓ ઉધઈની જેમ દેશને કોરી ખાશે એમાં શંકા નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY