જાકાર્તા,તા.૨૩
વિશ્વભરમાં મહિલાઓને લઈને માનસિકતામાં ભલે બદલવા જાવા મળી રહ્યો હોય પરંતુ ઈન્ડોનેશિયામાં પોલીસ ઓફિસર બનવાના સપનાં જાતી મહિલાઓએ વર્જનિટી ટેસ્ટમાંથી પસાર થવું પડે છે. વર્જનિટી ટેસ્ટ રિક્રુમેન્ટ પ્રોસેસનો ભાગ છે. આ સિવાય ઈન્ડોનેશિયામાં પોલીસ કર્મી બનાવ માટે મહિલાઓએ ખૂબસૂરત હોવું જરુરી છે. વર્જનિટી ટેસ્ટ જેવી રુઢીવાદી અને મહિલા વિરોધી પરંપરાને ખત્મ કરવા આંતરરાષ્ટ્રીય સ્તરથી દબાણ થયું છે છતાં ઈન્ડોનેશિયામાં પોલીસ ભરતીમાં આ વર્જનિટી ટેસ્ટ યથાવત છે.
મહિલા પોલીસ કર્મીઓએ કેટલાક શારીરિક માપદંડ નક્કી કરાયા છે. આ મહિલા પોલીસ કર્મીઓને પબ્લિક રિલેશન જેવા ક્ષેત્રમાં જવાબદારી સોંપાય છે. સત્તાવાર રીતે રિક્રૂમેન્ટ પ્રોસેસમાં વર્જનિટી ટેસ્ટનો કોઈ ઉલ્લેખ જાવા મળતો નથી પરંતુ દેશભરમાં નૈતિકતા અને ફિઝિકલ એક્ઝામિનેશનના નામ પણ વર્જનિટી ટેસ્ટ કરવામાં આવે છે. હ્યુમન રાઈટ્સ વોચના એન્ડ્રિયાઝ હાર્સોનોએ કહ્યું કે, ઈન્ડોનેશિયા પોલીસની વિચારસરણી એ છે કે સમાજ એવી મહિલા પોલીસ ઓફિસરોનો સ્વીકાર નહીં કરે જે સેક્સુએલી એક્ટિવ હોય છે.
ઈન્ડોનેશિયાની જાકિયાએ હ્યુમન રાઈટ્સ વોચને જણાવ્યું કે, ગત વર્ષે મેં પોલીસ ઓફિસરની પોસ્ટ માટે અરજી કરી હતી અને હું વર્જનિટી ટેસ્ટમાં ફેઈલ થઈ હતી. જ્યારે પણ એ યાદ કરું છું ત્યારે મને રડવું આવે છે. મારી જીવવાની ઈચ્છ ખતમ થઈ જાય છે. મેં કેટલીયે વાર પોલીસ અધિકારીઓને ભારપૂર્વક કહ્યું કે હું વર્જિન છું પરંતુ મને બીજા રાઉન્ડમાં રિજેક્ટ કરી દીધી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




