કેરી અને ગોટલીનાં ભાવ એક સમાન : અંધેરી નગરી ગંડુ રાજા..??

0
90

સામાન્ય રીતે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં અંતર હોય છે કેમ કે પેટ્રોલની બળતણ શકિત ડીઝલથી વધારે હોય છે. અન્ય શબ્દોમાં કહીએ તો પેટ્રોલ ખાસ કરીને વ્હીકલને વધુ તાકાત આપે છે. એટલા માટે પેટ્રોલના ભાવ ડીઝલથી વધારે હોય છે. પણ કદાચ પહેલીવાર દેશમાં એવું બન્યું છે કે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં થોડા પૈસાનો જ ગાળો રહી ગયો. એટલું જ નહિ ઓરિસ્સામાં તો ડીઝલનાં ભાવ પેટ્રોલથી વધી ગયા..!! પેટ્રોલ ૮૦.૨૭નાં ભાવે અને ડીઝલ ૮૦.૪૦નાં ભાવે વેચાયું. સરકારની અને ઓઈલ કંપનીઓની આ કેવી નીતિ..?? એક સમયે આ બંન્ને પદાર્થોના ભાવ વચ્ચે લગભગ ૧૦નો ફેરફાર રહેતો હતો પરંતુ વર્તમાન સરકારે ન જાણે કેવો જાદુ કર્યો કે ધીરે ધીરે ભાવોનું અંતર ઓછું થતું ગયું અને ઓરિસ્સામાં માનો તો રેકોર્ડ બની ગયો. પેટ્રોલ-ડીઝલનાં ભાવોને લઈને રાજનીતિ થતી આવી છે. અગાઉની સરકારમાં ભારે ઉહાપોહ કરવાવાળા પોતે સરકારમાં આવ્યા ત્યારે એવી વાતો કરવા લાગ્યા કે લોકોને લાગે કે આ બે મોઢાની વાત છે.
કેરી અને ગોટલીનાં ભાવ કિયારેય એક સરખા ન હોઈએ શકે. એજ રીતે પેટ્રોલ-ડીઝલનાં ભાવ પણ એક સમાન ન હોઈ શકે પણ એવું થઇ રહ્યું છે કે કેરી અને કેરીમાંથી નીકળતી ગોટલીનાં ભાવ એક સરખા થઇ રહ્યા છે. કહેવત છે કે ‘અંધેરી નગરી ગંડુરાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા…’ ભાજી અને ખાજા એટલે કે મીઠાઈના ભાવ એક સમાન ન હોઈ શકે. પણ રાજા જ એવો હતો કે તેના રાજ્યમાં બંને એક જ ભાવથી વેચાતા હતા. એટલા માટે તેને અંધેરી નગરી કહેવામાં આવી છે. સરકારમાં બેઠેલા લોકોને શું પેટ્રોલ અને ડીઝલના ભાવોની ખબર નહિ પડતી હોય..?? કમ સે કમ પેટ્રોલિયમ મંત્રીશ્રીને તો જાણ થતી જ હશે. તેઓ પણ હાથ ઉપર હાથ મુકી બેસી ગયા છે અને ડીઝલ વ્હીકલ ધરાવનારા પેટ્રોલથી વધુ ભાવ ઓરિસ્સામાં આપી રહ્યા છે. આવું કેમ થઇ રહ્યું છે..?? સરકારી ઓઈલ કંપનીની ભુલ છે કે પછી જાણી જાઇને થઇ રહ્યું છે કે પછી કોઈ રાજ્યમાં વેટ વધારે હોવાના કારણે થઇ રહ્યું છે. તેની થોડી પણ ચિંતા સરકારમાં બેઠેલામાં કોને છે એ તો તેઓ જ જાણે. લોકો બિચારા ચિંતામાં છે કે હવે શું થશે..??
કાચા તેલનાં ભાવોને લઈને સરકાર પોતાનો બચાવ કરતી રહી છે. પણ કિયા સુધી તેને જવાબદાર ઠેરવવાનાં નિષ્ફળ પ્રયાસો થતા રહેશે..?? આ સરકારી કંપનીઓ આખરે કેટ-કેટલો નફો કમાઈને સરકારને આપવા માટે છે કે પછી જેના પૈસા લાગ્યા છે તે પ્રજાને માટે..?? વધતી મોંઘવારી. વધતા પેટ્રોલ-ડીઝલનાં ભાવોથી આમ પ્રજા પરેશાન છે. આખરે ગરબડ-ગોટાળો કિયા છે..?? દિલ્હીમાં કે પછી સરકારી ઓઈલ કંપનીઓમાં..?? ગરબડ નથી તો પછી આવું કેમ થઇ રહ્યું છે કે કેરીથી મોંઘી ગોટલી વેચાઈ રહી છે..?? કોને ચિંતા છે સામાન્ય લોકોની..?? ચુંટણી સમયે તો સામાન્ય આદમી રાજા અને ચુંટણીઓ પુરી થયા પછી..?? ચાલ બેટા વાજું તુ વગાડ..!! આવી નીતિ રીતિ કિયા સુધી ચાલશે..?? લોકો પરેશાન છે કે કેરી ખાઉં કે ગોટલી..??

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY