જેએનયુ છાત્ર ઉમર ખાલિદ પર ફાયરિંગ કરનાર બે ઝડપાયા

0
58


ન્યુ દિલ્હી,તા.૨૦
જેએનયુ છાત્ર નેતા ઉમર ખાલિદ પર હુમલો કરનારા બે હુમલાખોરોની દિલ્હી પોલિસે ધરપકડ કરી છે. બંને હુમલાખોરો પોતાને ગૌરક્ષણ ગણાવે છે. તમને જણાવી દઈએ કે ૧૩ ઓગસ્ટના રોજ દિલ્હીની કોન્સ્ટીટ્યુશન ક્લબની બહાર ઉમર ખાલિદ પર જાનલેવા હુમલો થયો હતો. આ બંને આરોપીઓએ વોટ્‌સએપ પર એક વીડિયો જાહેર કરીને ઉમર પર હુમલાની જવાબદારી લીધી હતી. હાલમાં પોલિસ બંને યુવકોની પૂછપરછ કરી રહી છે.
આ પહેલા દિલ્હી પોલિસે હુમલો કરનાર વ્યક્તિના સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા હતા જેમા શંકાસ્પદ વ્યક્તિ કોન્સ્ટીટ્યુશન ક્લબ પાસે વિઠ્ઠલભાઈ માર્ગ પર ભાગતો દેખાતો હતો. તમને જણાવી દઈએ કે કોન્સ્ટીટ્યુશન ક્લબ બહાર જ્યાં હુમલો થયો હતો ત્યાંથી પોલિસને એક પિસ્તોલ પણ મળી આવી હતી જેમાં ૬ જીવતા કારતૂસ હતા.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY