
ન્યુ દિલ્હી,તા.૨૦
ફરીથી એક વાર જાણીતા પરંતુ વિવાદિત લેખિકા શોભા ડે એ કંઈક એવુ કહ્યું છે કે જેના પર હોબાળો થવો નક્કી જ છે. વાસ્તવમાં હાલમાં કેરળ પૂરનો પ્રકોપ સહી રહ્યું છે. કેન્દ્ર સરકારે કેરળ માટે ૫૦૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજ આપવાનું એલાન કર્યુ છે. જેના પર શોભા ડે એ કમેન્ટ કરી છે.
શોભા ડે એ ટ્વીટ કરીને કહ્યું છે કે કેરળથી વધુ લકી તો રવાંડા છે, આપણા પીએમ બીજા દેશોને ફંડ આપવાની બાબતમાં વધુ ઉદાર છે. જો કે શોભા ડે ના આ ટ્વીટ પર મોદી સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી પરંતુ સોશિયલ મીડિયા પર લોકોએ જરૂર શોભા ડે ને ટ્રોલ કર્યા છે અને તેમને આના માટે ખરુ-ખોટુ સંભળાવ્યુ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



