ન્યૂઝીલેન્ડના મંત્રી બાળકને જન્મ આપવા માટે સાઈકલ ચલાવી હોસ્પિટલ પહોંચ્યા

0
65


વેલિંગ્ટન,તા.૨૦
ન્યૂઝીલેન્ડના મંત્રી જુલી એને જેંટર પોતાના પહેલાં બાળકને જન્મ આપવા માટે સાઇકલ ચલાવતા હોસ્પિટલ પહોંચ્યા. ગ્રીન પાર્ટીથી સાંસદ જેંટર સાઇકલિસ્ટ પણ છે. પ્રસવ માટે તે પોતાના ઘરેથી અંદાજે એક કિલોમીટર દૂર આવેલી ઓકલેન્ડ સિટી હોસ્પિટલ સુધી સાઇકલ ચલાવતા જ પહોંચી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરતાં લખ્યું કે મેં અને મારા જીવનસાથીએ સાઇકલ પર જવાનો જ નિર્ણય લીધો કારણ કે કારમાં સહયોગીઓ માટે પૂરતી જગ્યા નહોતી. પરંતુ તેનાથી મારો મૂડ પણ એકદમ મસ્ત થઇ ગયો. જુલી જેંટરને ૪૨ સપ્તાહનો ગર્ભ છે. તેમની પાર્ટીના એક સહયોગીએ કહ્યું કે હજુ સુધી તેમણે બાળકને જન્મ આપ્યો નથી.
ન્યૂઝીલેન્ડના પીએમ જેસિંડા અર્ડર્ન એ પણ પીએમ રહેતા કેટલાંય રેકોર્ડ તોડ્યા છે અને વડાપ્રધાન તરીકે કેટલીય મિસાલો કાયમ કરી છે. તે દુનિયાના બીજા રાષ્ટ્રાધ્યક્ષ છે. જેણે પદ પર રહેતાં બાળકને જન્મ આપ્યો હતો. જેસિંડા એ ૬ સપ્તાહની પેરેંટલ લીવ લીધી હતી અને પછી નવજાત બાળકની સાથે પાછો પદભાર સંભાળ્યો હતો. હવે ન્યૂઝીલેન્ડના મંત્રીએ મિસાલ કાયમ કરતાં સાઇકલ ચલાવી હોસ્પિટલ પહોંચી બાળકને જન્મ આપ્યો.
મહિલા વિકાસ અધિકારી જુલી એને જેંટર એ પોતાની તસવીર પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. પીએમ જેસિંડા અર્ડર્ન પછી તે કેબિનેટની બીજી મેમ્બર છે, જેણે કાર્યકાળ દરમ્યાન બાળકને જન્મ આપ્યો છે. ૩૮ વર્ષની જેંટરે ૧૦મી આૅગસ્ટના રોજ સોશિયલ મીડિયા પર લખ્યું હતું, તે ૪૦ સપ્તાહ અને ૪ દિવસની ગર્ભવતી છે અને બાળકના જન્મની રાહ જોઇ રહી છે. બાળકના જન્મ બાદ તે ત્રણ મહિનાની પેરેંટલ લેવાની છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY