ઉના અને ધારીમાં બાળકો પર દીપડાનાં હુમલાથી ફફડાટ

0
39

અમરેલી,તા.૧૭
ગીર કાંઠાના ગામડાઓમાં માનવી પર દીપડાના હુમલાના બનાવો અવારનવાર બની રહ્યા છે. પાણી અને શિકારની શોધમાં દીપડાઓ જંગલ છોડી રેવન્યુ વિસ્તાર તરફ વળ્યા છે. ઉનાના ભાચા ગામે ૧૨ વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો તો અમરેલીના આંબરડી ગામે ૧૬ વર્ષના બાળક પર હુમલો કરતા બન્નેને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા.
ધારીના આંબરડી ગામે રહેતા ભરતભાઇના ૧૬ વર્ષીય પુત્ર પર દીપડાએ હુમલો કર્યો હતો. વાડીએ ખેતરમાં સૂતા હતા ત્યારે દીપડાએ હુમલો કરતા પરિવાર જાગી ગયો હતો અને ભરતભાઇએ હાકલા પડકારા કરતા દીપડાએ બાળકને છોડી દીધો હતો. ઇજાગ્રસ્ત બાળકને અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.
ઉનાના ભાચા ગામે સીમ વિસ્તારમાં ભાગીયું રાખી ખેતી કરતા સોમભાઇ પરમારના ૧૨ વર્ષીય પુત્ર અરવિંદ ઓસરીમાં ખાટલા પર બેઠો હતો ત્યારે દીપડો આવી ચડી હુમલો કર્યો હતો. બાળકના માથામાં ગંભીર ઇજા પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અરવિંદનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો છે અને અહીં ખેતમજૂરી કરી ગુજરાન ચલાવે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY