અમરેલી ખાતે શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધા યોજાઈ 

0
48

અમરેલી અર્બન વિસ્તારમાં રોકડીયા  હનુમાનપરા  પ્રા.શાળા ખાતે શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આર.બી.એસ.કે. ટીમ અને તમાકુ નિયંત્રણ વિભાગનાં સહિયારા સહયોગ થી વક્ત્રુત્વ સ્પર્ધા અને ચિત્રસ્પર્ધા ની ઉજવણી કરાઇ

તા. 11/01/2019  ના રોજ અમરેલીનાં અર્બન-1 વિસ્તારનાં રોકડીયાપરા ખાતે આવેલ રોકડીયા હનુમાન પરા પ્રા.શાળામાં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત માનનીય મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ની સુચનાથી તથા માનનીય તાલુકા હેલ્થ ઓફીસર સાહેબ શ્રી ડો. રાજીવ કુમાર સિંહા નાં માર્ગદર્શન હેઠળ તેમજ શાળા તમાકુ નિયંત્રણ કાર્યક્રમ વિભાગ તથા શાળા નાં સહયોગથી આર.બી.એસ.કે. ટીમનં. 708  દ્વારા આરોગ્ય ને લગતી આઇ.ઇ.સી. તથા વક્ત્રુત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માં અર્બન-1 નાં આર.બી.એસ.કે. મે.ઓ. ડો. વસીમ ભટ્ટી, ડો. સુનેહરા કુરેશી ફાર્મા. સોલંકી ઉર્વશી તથા હિમેલ હેલ્થ વર્કર આશાબેન મકવાણા અને આશાવર્કર કાજલબેન અને શાળા નાં પ્રિન્સીપાલ દિનેશભાઇ વ્યાસ  અને તમાકુ નિયંત્રણનાં રીજવાનભાઇ મોગલ અને નરેશભાઇ જેઠવા તેમજ અન્ય તમામ શિક્ષકો દ્વારા આ કાર્યક્રમ ને આગળ વધારવામાં આવ્યો. આકાર્યક્રમમાં તમાકુ નિયંત્રણ માટેનાં સુત્રો તેમજ વ્યસન થતા નુકસાન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ બાળકોને વ્યસનમુક્ત કેમ રહેવું તે શીખવાડવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન નરેન્દ્રભાઈ મકવાણા કાઉન્સેલર (સોશ્યલ વર્કર) ડિસ્ટ્રીક અર્લી ઈન્ટરવેશન સેન્ટર સિવીલ હોસ્પિટલ – અમરેલી ચિફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી. અંદાજીત 50 જેટલા વિદ્યાર્થી એ ઉત્સાહ પુર્વક ભાગ લઇ કાર્યક્રમને દિપાવ્યો હતો. તેમજ આ કાર્યક્ર્મનાં અંતે વિદ્યાર્થીઓને ઈનામ તથા પ્રમાણપત્ર આપિ સન્માનીત પણ કરવામાં આવ્યાં.

નરેન્દ્રભાઈ મકવાણા (મહુવા): ૯૯૦૯૦૬૭૪૫૮

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY