એસટી બસના ડ્રાઈવરની બેદરકારી : વિદ્યાર્થીઓ બસમાં ચડતા હતા અને બસ ઉપડી

0
12

અમરેલી,તા.૧૨
અમરેલીમાં એસ ટી બસના ડ્રાઇવરની બેદરકારીનો વીડિયો સામે આવ્યો છે. અમરેલી-ભાવનગર રોડ પર આવેલા ઢસાના બસ સ્ટેન્ડમાં બસના ડ્રાઇવર દ્વારા વિદ્યાર્થીઓને જાણી જાઇને દોડાવવામાં આવી રહ્યા છે. આ બસ ગઢડા તરફ જઇ રહી હોવાનું મનાઇ રહ્યું છે. અનેક વિદ્યાર્થીઓ ધક્કા-મુક્કી કરી બસમાં ચઢવા માટેના પ્રયાસો કરી રહ્યા છે.
તો કેટલાક વિદ્યાર્થીઓ બસની પાછળ પણ ચઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ બસમાં ચઢી રહ્યા હોવાની જાણ હોવા છતાં ડ્રાઇવર દ્વારા બસ ઉભી રાખવામાં આવતી નથી. વિદ્યાર્થીઓ બસને ઉભી રાખવાનો પ્રયાસ કરે છે તેમ છતાં ડ્રાઇવર બસને હંકારી મુકે છે. ત્યારે સવાલ એ છે કે જા ડ્રાઇવરની બેદરકારીને કારણે કોઇ દુર્ઘટના બની તો તેના માટે જવાબદાર કોણ.
ઉલ્લેખનીય છે કે ઢસાની શાળાઓમાં અભ્યાસ માટે ગઢડાના પાટણ, માલપરા, પીપરડી, ગુંદાળા અને ઘોઘા સહિત આસપાસના ગામોના વિદ્યાર્થીઓ આવતા હોય છે. આ વિદ્યાર્થીઓને શાળાએથી ઘરે જવા માટે બસ ન મળતી હોવાથી તેમણે હંમેશા બસમાં ચઢવા ધક્કામુક્કી કરવી પડી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY