અમદાવાદ,તા.૧૪
ગઈકાલે મોડી રાત્રે બે બાઈકો વચ્ચે એક ગંભીર અકસ્માત થયો હતો. સામસામા બે બાઈક અથડાતાં એક બાઈક પર સવાર યુઆરએલડી જવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ખામસાથી પોલીસ બંદોબસ્ત પૂરો કરીને તે પરત ફરતો હતો ત્યારે સામે રોંગ સાઈડમાં ત્રિપલ સવારીમાં બાઈકે અકસ્માત સર્જયો હતો.
નવરાત્રિ ચાલી રહી છે ત્યારે ગઈકાલે રાત્રે સાબરમતી રિવરફ્રન્ટ પરના રોડપર વાહનોની અવરજવર હતી. તે દરમિયાન સાગર મેર નામનો પોલીસ કોસ્ન્સ્ટેબલ પોતાની બાઈક પર જઈ રહ્યો હતો. તેવા સમયે સામેથી આવતી બાઈક સાથે તેનું બાઈક અથડાયું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે કોન્સ્ટેબલ અને સામેના બાઈકસવારને ગંભીર ઈજાઓ થઈ હતી અને બાઈકના કૂર્ચા બોલાઈ ગયા હતા.
સામસામા બાઈક અથડાતા ઈજાગ્રસ્ત પોલીસકર્મીને સારવારાર્થે વી એસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત નિવડી ન હતી અને તેનું મોત થયું હતું. જ્યારે સામે બાઈક પર આવતાં યુવાનો પણ ઈજાગ્રસ્ત થતાં તેમને સારવારાર્થે ખસેડાયા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


