અમદાવાદ,તા.૧૪
નવરાત્રી હવે જામી રહી છે ત્યારે ગરબા રમવાનો લોકોમાં ઉત્સાહ છે. દરમિયાન ગરબા રમવા માટે કેટલાક પીધેલા પણ પહોંચી જતાં હોય છે. શહેરના જુદાજુદા વિસ્તારમાં પોલીસે દારૂ પીને ગરબે રમીને આવતા અને ગાડી હંકારતા હોય તેવા લોકોને ચોથા નોરતે ઝડપ્યા છે. તેમાં ૧૧૬ પીધેલા અને ૫૭ પીને ગાડી હંકારનાર સામેલ છે.
નવરાત્રીના તહેવારોમાં કોઈ અનિશ્ચનીય બનાવ ન બને તે માટે શહેરના સેક્ટર ૨ વિસ્તારમાં શનિવારે રાત્રે ૧૦ વાગ્યાથી રાતના ૧ વાગ્યા સુધી મેગા વાહન ચેકિંગ ડ્રાઈવ રાખી હતી. જેમાં ઝોનના ડીસીપી, એસીપી અને તમામ પીએસઆઈ તેમજ પોતાના ઝોન, ડિવિઝન અને પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં ડ્રાઈવ કરાઈ હતી. જેમાં સૂચના મુજબ મુખ્ય ચાર રસ્તા પર કામગીરી કરાઈ હતી.
મેગા વાહન ચેકિંગ ડ્રાઈવ
– ૪૧૧૭ વાહનચાલકો પાસેથી સ્થળ પર જ રૂ. ૫૪૫૩૭૫નો દંડ વસૂલાયો
– ૫૮૨ વાહનોના મુંબઈ વ્હિક્લ એક્ટમજુબ કેસ કરવામાં આવ્યા
– ચેકિંગમાં ૧૧૬ દારૂ પીવા કેસો કરાયા
– ૩ પ્રોહિબિશન પજેશનના કેસ શોદ્યા જેમાં ૨ ગણનાપાત્ર કેસો શોધાયા
– કેફી પીણું પીને ડ્રાઈવિંગ કરતા ૫૭ પીધેલા સામે કાયદેસરની કાર્યવાહી
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



