લખનઉ,તા.૧૮
ઉત્તર પ્રદેશના લખનઉ અને નેપાળના નેપાળગંજની વચ્ચે આવેલા બહરાઇચ જીલ્લામાં ૪૫ દિવસમાં ૭૦ બાળકોએ જીલ્લાની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. વિતેલા દિવસોમાં બહરાઇચ અને આસપાસના વિસ્તારોમાં ગંભીર તાવ સાથે ૮૬ લોકો આ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. જેમાંથી ઘણા બાળકોનીસ્થિતિ ગંભીર હોવાના અહેવાલ છે. આ બિમારીએ વિસ્તારના બાળકોને ભરડામાં લીધા હતા અને હોસ્પિટલના તંત્ર મુજબ બિમાર થયેલ વ્યક્તિઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.
સીએમએસ ડોક્ટર ઓપી પાંડેયએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં સુવિધાઓ પર્યાપ્ત પ્રમાણમાં નથી અને માત્ર બહરાઇચ જીલ્લામાંથી જ નહી પરંતુ શ્રાવસ્તી ગોન્ડા અને બલરામપુરના દર્દીઓ પણ હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા છે. પાંડેય મુજબ વિતેલા ૨૪ કલાકમાં પાંચ બાળકોની મોત થઇ હતી. જેમાં બે બાળકો જન્મથી દમના શિકાર હતા, બીજા બે બાળકોને મગજનો તાવ હતો અને એક બાળકની ન્યુમોનિયાથી મોત થઇ હતી.
આ હોસ્પિટલમાં બે દિવસ દરમિયાન ૮૬ જેટલા દર્દીઓ ગંભીર તાવથી પીડાતા સારવાર માટે આવ્યા હતા પરંતુ હોસ્પિટલના ચિલ્ડ્રન વોર્ડમાં ૪૦ બેડ જ છે. આથી દર્દીઓને નીચે જમીન પર સુવડાવીને સારવાર કરવામાં આવી રહી છે.
સારવાર માટે લવાયેલા બાળકોના વાલીઓએ હોસ્પિટલના તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે જમીન પર સુવડાવીને સારવાર કરાતા બાળકોને ઇન્ફેક્શન લાગી શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


