ઉત્તરાખંડમાં આભ ફાટતાં ભારે તબાહી ; ૧૦ દુકાન,વાહન તણાયાં,પાંચ પરિવાર બેઘર

0
46

દહેરાદૂન,તા.૧૬
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આભ ફાટતાં ભારે તારાજી સર્જાઈ છે. જેમાં પાંચ પરિવાર બેઘર બની ગયાં છે. આ ઉપરાંત ૧૦ દુકાન અને ૧૦ વાહન અને ૧૦ દુકાન તણાઈ ગયાં છે. જેમાં ત્રણ બોલેરો અને એક મેકસ ૨ કાર, ચાર બાઈકનો સમાવેશ થાય છે.આ સિવાય ગૌશાળામાં કેટલાંક પશુઓ દબાઈ ગયાં હોવાનું જાણવા મળે છે. હવામાન વિભાગે હજુ પણ ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે.
જિલ્લા અધિકારી આશિષ જાશીએ જિલ્લાની આઈઆરએસ ટીમના આધિકારીઓ સાથે સવારે ચાર કલાકે આપાતકાલિન વ્યવસ્થા ગોઠવવા પૂરની સ્થિતિની સમીક્ષા કરવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત બેઘર થયેલા લોકોને તેમજ પશુઓને આશરો આપવા વ્યવસ્થા કરવા પણ જણાવવામાં આવ્યું છે. બીજી તરફ ચટવાપીપલ નજીક કાટમાળ વહીને આવતાં રોડ બ્લોક થઈ ગયો છે.
દરમિયાન આજે સવારે પણ વરસાદ ચાલુ જ રહ્યો છે. રુદ્રપ્રયાગ, ઉત્તરકાશી અને ગઢવાલ જિલ્લાના અનેક વિસ્તારમાં પણ સવારથી વરસાદ ચાલુ છે.ચમોલીમાં ભૂસ્ખલન થતાં બદરિનાથ હાઈવે ચટુવાપીપલ, પીપલકોચ,લામબગડમાં રસ્તા બંધ થઈ ગયા છે. તેના કારણે હેમકુંડના યાત્રીઓ આ સ્થળ પર હાઈવે ખૂલવાની રાહ જાઈ રહ્યા છે.
આ ઉપરાંત ચમોલીના બિસોણા ગામમાં વાદળ ફાટતાં આઠ પશુ દબાઈ જતાં મોત થયાં છે. જ્યારે પર્વતીય જિલ્લામાં વરસાદ આફતરૂપે ત્રાટકયો હતો. જેના કારણે આ વિસ્તારમાં ભારે તબાહી મચી છે. બીજી તરફ ચમોલીના સેરબગડ ગામમાં ભૂસ્ખલનથી પાચ પરિવાર બેઘર થઈ ગયાં છે.
હાલ આ વિસ્તારમાં એસડીએમને રેસ્કયુ ટીમ સાથે સતત હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. તેમજ જરૂર પડે તો એનડીઆરએફની ટીમને પણ મોકલવામાં આવશે.દરમિયાન હવામાન વિભાગે દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં પણ ભારે વરસાદ થવાની આગાહી કરી છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારમાં હજુ બફારા અને ગરમીની અસર ચાલુ રહેશે તેમ જણાવ્યું છે. દરમિયાન પશ્વિમ ભારત અને આંધ્રપ્રદેશના કેટલાંક વિસ્તારોમાં પણ વરસાદ થાય તેવી સંભાવના છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY