ટૂંક સમયમાં નવી ટેરિફ નીતિ આવશે ; વીજ બિલમાં ઘટાડો થશે

0
157

ન્યુ દિલ્હી,તા.૧૬
નવી ટેરિફ નીતિથી ટૂંક સમયમાં માસિક વીજળી બીલમાં ઘટાડો થઈ શકે છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યો પાસે આ નાણાકીય વર્ષના અંત સુધીમાં ચોરી, ટેકનીકલી અને વાણિજ્યિક નુકસાનને ઓછું કરવાનો લક્ષ્યાંક આપ્યો છે.
નવી ટેરિફ નીતિ અનુસાર વીજળી વિતરણ કંપ્નીઓ પોતાનું નુકસાન ઓછું કરવામાં નિષ્ફળ રહે છે તો પણ આ નુકસાનનો બોજ ગ્રાહકો પર નહીં નાખવામાં આવે. વીજળીદર વધુ હોવાનું એક મોટું કારણ વીજળીચોરી અને ટેકનીકલી વાણિજ્યિક નુકસાન છે. તમામ રાજ્ય ચોરી અને ટેકનીકલી તથા વાણિજ્યિક નુકસાન ૧૫ ટકા સુધી લઈ આવે છે તો તેનો ફાયદો ગ્રાહકોને થશે.
સરકાર આવતાં વર્ષે ૧લી એપ્રિલથી નવી ટેરિફ પોલિસી લાગુ કરવા જઈ રહી છે. વીજળી મંત્રી આર.કે.સિંહે તમામ રાજ્યોને એટી એન્ડ સી નુકસાનને ૧૫ ટકાથી ઓછું કરવાનો નિર્દેશ આપ્યો છે. આ માટે જાન્યુઆરી ૨૦૧૯ની સમયસીમા નક્કી કરી છે. કોઈ વિતરણ કંપ્નીનું નુકસાન અને ચોરી ૧૫ ટકાથી વધુ છે તો તેની અસર ટેરિફ ઉપર નહીં પડે.
વીજળીચોરી રોકવા અને નુકસાન ઓછું કરવાથી એકબાજુ વીજળીના દર ઓછા થશે તો ૨૪ કલાક વીજળી ઉપલબ્ધતાનો પણ લાભ મળશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY