દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગ વકર્યો, ૭ દિવસમાં ૭૨૩ દર્દીઓ દાખલ

0
6

વડોદરા,તા.૮
વડોદરામાં પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં કોર્પોરેશને દૂષિત પાણીનું વિતરણ કરતા શહેરમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. રોગચાળો ફાટી નીકળતા વડોદરાની ચેપી રોગની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે. કારેલીબાગ સ્થિત ચેપીરોગની હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટયો છે. આ તમામ પ્રકારના રોગ માટે પાણી જન્ય રોગ જ જવાબદાર છે.
કોર્પોરેશને ૫ લાખ લોકોને છેલ્લા છ માસથી દૂષિત પાણીનું વિતરણ કરતા લોકોને કમળો, ઝાડા ઉલટીના રોગ થયા છે. જેથી લોકો સારવાર માટે ચેપી રોગની હોસ્પિટલમાં આવી રહ્યા છે. રોજના હોસ્પિટલમાં ૧૫૦ થી ૨૦૦ દર્દીઓ સારવાર લેતા હોવાથી દર્દીઓને કલાકો સુધી સારવાર માટે રાહ જાવી પડી રહી છે. ચેપી રોગના તબીબ પ્રિતેશ શાહ કહે છે કે, નિમેટામાંથી દૂષિત પાણીનું વિતરણ કરાતા લોકોને પાણીજન્ય રોગ થઈ રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY