વડોદરા,તા.૨૩
વડોદરાના એસ.ટી ડેપો વિસ્તારની દુકાનનો નોકર મધરાતે તિજોરીમાંથી રૂ.૧.૫ લાખની કેશ ઉઠાવી જતા પોલીસે તપાસ હાથ ધરી છે.
એસ.ટી.ડેપો રોડ ઉપર સ્વીટ અને ફરસાણની દુકાન ધરાવતા વેપારી ધ્રુવેશ કંદોઈએ પોલીસને કહ્યું છે કે, મારી દુકાનમાં દોઢ વર્ષથી કામ કરતા રિતેશ રમેશભાઈ ચૌહાણ (રહે. કુણી ગામ, જિ. ખેડા)ને બેંકનું પણ કામ સોંપવામાં આવતું હતું.
ગઈ તા.૯ મીએ રાત્રે મેં તિજોરીમાં રૂ.૧.૫ લાખ મુક્યા હતા. સવારે મહિલા કર્મચારીનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, આપણી દુકાન ખુલ્લી છે અને રીતેશ પણ આવ્યો નથી. જેથી મે સીસીટીવી ફૂટેજ તપાસતા રાત્રે ૨. ૨૨ વાગે રિતેશ દુકાનની તિજોરીમાંથી કેશ ઉઠાવી જતો દેખાયો હતો.
આ બાબતે રીતેશના ઘેર જઈ તપાસ કરતા તે મળી આવ્યો નથી અને તેનો મોબાઈલ પણ બંધ છે. સયાજીગંજ પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



