વડોદરા જિ. પં.માં કોગ્રેસના સભ્યોનો બળવો, પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત

0
10

વડોદરા,તા.૨૬
વડોદરાની કોગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં ફરી એકવાર કોગ્રેસના સભ્યોએ બળવો પોકારી પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ કરતા હડકંપ મચી ગયો છે. પ્રમુખ સામે ૩૬માંથી ૨૪ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા પ્રમુખની ખુરશી ખતરમાં મૂકાઈ છે.
વડોદરા જિલ્લા પંચાયતમાં કોગ્રેસનુ શાસન છે અને પ્રમુખ તરીકે પન્નાબેન ભટ્ટ છેલ્લા એક વર્ષથી સત્તા ભોગવી રહ્યા છે. પન્નાબેન પ્રમુખ બન્યા બાદથી જ કોગ્રેસના સભ્યોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. પ્રમુખ સામે કોગ્રેસના ૧૦ અને ભાજપના ૧૪ મળી કુલ ૩૬ સભ્યોએ ડીડીઓને અવિશ્વાસની દરખાસ્તની અરજી કરી છે. કોંગ્રેસના બળવાખોર સભ્યો પ્રમુખ પન્નાબેન ભટ્ટના પતિ સમગ્ર વહીવટ કરતા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે, તો ‘પન્નાબેન ભટ્ટ અને દિલીપ ભટ્ટ ઘરનો કંકાસ છે તેને દૂર કરીશું’ તેમ કહ્યું હતું. તો બીજી તરફ પન્નાબેને બળવાખોર સભ્યોને મનાવી લેવાની વાત કરી હતી.
પન્નાબેન ભટ્ટે અવિશ્વાસની દરખાસ્ત પર કોગ્રેસના સભ્યોની બોગસ સહી હોવાનો આક્ષેપ કરી ડીડીઓને સહી ચકાસણી માટે માંગ કરી છે. તો ડીડીઓએ માંગનો અસ્વીકાર કરી પ્રમુખને સામાન્ય સભા બોલાવવા માટે આગ્રહ કર્યો છે. સાથે જ ફલોર ટેસ્ટ કરી બહુમત સાબીત કરવાની ટકોર કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY