પેકીંગ મટીરીયલ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા ધુમાડાના ગોટેગાટા ઉડયા

0
5

વડોદરા,તા.૧૦
વાઘોડિયા જી.આઇ.ડી.સી.માં પેકીંગ મટીરીયલ બનાવતી કંપનીમાં બપોરે આગ ફાટી નીકળી હતી. ભીષણ આગ ફાટી નીકળતા જીઆઇડીસીમાં અફરાતફરી મચી ગઇ હતી. આ સાથે આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં તુરંત જ લાશ્કરો પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં કરવાનો પ્રયાસ કર્યો હતો.
વાઘોડિયા જી.આઇ.ડી.સી.માં શ્રી બાલાજી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. પેકિંગ મટીરીયલનું ઉત્પાદન કરતી કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઇ હતી. આસપાસની કંપનીઓના કર્મચારીઓ પોતાનું કામ પડતું મૂકી કંપનીની બહાર દોડી આવ્યા હતા. આ સાથે બનાવની જાણ ગેઇલ ફાયર બ્રિગેડને થતાં લાશ્કરો દોડી આવ્યા હતા અને કામગીરી ચાલુ કરી દીધી હતી. જોકે આગ વિકરાળ હોવાથી વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. વડોદરા ફાયર બ્રિગેડને બનાવની જાણ થતાં તુરંત જ લાશ્કરો પહોંચી ગયા હતા. બે કલાકથી ચાલી રહેલી આગને કાબૂમાં લેવા માટે ૪ ફાયર ટેક્નરો કામે લગાડવામાં આવી છે. પરંતુ આગ કાબૂમાં આવી ન હતી. આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ મોટું નુકશાન થયું હોવાનો અંદાજ સેવાઇ રહ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY