વડોદરા,તા.૩૦
એક તરફ શહેરમાં પાણી તંગી સર્જાઈ રહી છે. તો, બીજી તરફ રોડ પર હજારો ગેલન પાણી વેડફાઈ રહ્યું છે. આજે સવારે ગાજરાવાડી વિસ્તારમાં પાણીની ટાંકીની પાસે ભૂવો પડયો હતો.જેના કારણે પાણીની લાઈનમાં ભંગાણ પડતા હજારો ગેલન પાણી વેડફાઈ રહ્યું છે. જે અંગે તંત્ર દ્વારા કોઈ પગલા ન લેવાતા હજારો ગેલન પાણી રસ્તા પર ફરી વળ્યું હતું. જેથી રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં ન હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ અંગે વાત કરતાં જાગૃત નાગરીકે જણાવ્યું હતું કે, *વડોદરામાં આવી અનેક ઘટનાઓ છે. જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવી પડી છે. જે અંગે અમે તંત્રમાં રજૂઆત પણ કરીએ છે. પરંતુ તંત્ર સમસ્યાનું નિવારણ લાવવા માટે કોઈ તકેદારી દાખવતું નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


