વડોદરા,તા.૩૦
વીજ કંપનીની ભરતીમાં લાયકાતના ધારાધોરણમાં ફેરફાર કરતી નવી પ્રસિધ્ધ કરાયેલી જાહેરાત સામે નોકરી વાંચ્છુક ઉમેદવારોમાં રોષ ભભૂકી ઉઠયો છે. આજે યુવાનો રેસકોર્સ સર્કલ પાસે આવેલી જી.ઇ.બી કચેરી ખાતે એકઠા થયા હતા. અને જનરલ મેનેજરને આવેદનપત્ર આપ્યું હતું.યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે,કોઇપણ ગ્રેજ્યુએટ થયેલ ઉમેદવાર પરિક્ષા આપી નોકરી મેળવવા માટે પ્રયત્ન કરી શકે છે. જો નવી જાહેરાત રદ કરવામાં નહિં આવે ત્યાં સુધી અમારું આદોલન ચાલુ રહેશે. અને જરૂર પડે ઉગ્ર આંદોલન કરીશું.
વિમલ પ્રજાપતિ નામના ઉમેદવારે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા દોઢ વર્ષ પહેલાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કોઇ પણ સ્નાતક પરિક્ષા આપી શકે તેવો નિયમ હતો. પરંતુ, આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ ગુજરાત સહિત વીજ કંપનીમાં થનારી ભરતીમાં લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે સામે અમારો વિરોધ છે. અમારી માંગ કોઇ પણ સ્નાતક પરિક્ષા આપીને નોકરી મેળવવા પ્રયત્ન કરી શકે. આ ઉપરાંત ૫૫ ટકાથી નીચેના ઉમેદવાર પણ પરીક્ષા આપી શકે. કોઇ પણ એન્જિનિયર પણ પરીક્ષા આપી શકે. જો અમારી માંગ સ્વિકારવામાં નહિં આવે તો ઉગ્ર આંદોલન કરતા પણ અમે ખચકાઇશું નહિં.નવી ભરતી પ્રક્રિયાના નિયોમોમાં કરવામાં આવેલા ફેરફારનો વિરોધ કર્યો છે. આ સાથે જીઇબીના જનરલ મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



