કબડ્ડીની ૧૨૮ ટીમો અને વોલીબોલની ૩૨ ટીમોએ ત્રિદિવસીય ગ્રામીણ અોલમ્પિકમાં ભાગ લીધો
સુરત, તા.૧૫
ગામડાના રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા ગુજરાત પ્રવાસન વિભાગ ગાંધીનગરના સંયુકત ઉપક્રમે તથા એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત તા.૦૮,૦૯,૧૦મી નવેમ્બર દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામે ગ્રામીણ ઓલમ્પિક યોજાયો હતો.
આ ઓલમ્પિકનો શુભારંભ વન, આદિજાતિ અને પ્રવાસનમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે યુવા ખેલાડીઓનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે, ગ્રામ્યકક્ષાના ખેલાડીઓની સુષુપ્ત શકિતઓ બહાર આવે તેવા આશયથી ઓલમ્પિકનું આયોજન કરવમાં આવે છે. ઉગતા ખેલાડીઓને વિવિધ રમતોથકી આગળ આવીને રાજય અને રાષ્ટ્રનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ તકે મંત્રીશ્રી તથા સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના હસ્તે વિજેતા ટીમોને રૂ.૧.૫૦ લાખના રોકડ પુરસ્કારો તથા વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ઓલમ્પિકમાં કબડ્ડી, વોલીબોલ, તથા એથ્લેટીકસ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત, તાપી, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, દાહોદ ઉપરાંત મહારાષ્ટ્ર અને છત્તીસગઢ રાજયમાંથી કબડ્ડી રમતમાં ૧૨૮ ટીમો અને વોલીબોલ રમતમાં ૩૨ ટીમો ભાગ લેવા લીધો હતો. આ તકે સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટના પ્રમુખશ્રી રિતેશભાઇ એ. વસાવા તથા જિલ્લા રમતગમત અધિકારી સુરતગ્રામ્ય શ્રી વિરલ ટી. પટેલના દેખરેખ હેઠળ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



