વાપીમાં સપાટોઃ બે બોગસ ડોક્ટર ઝડપાયા

0
8

એકપણ પ્રમાણપત્ર વિના પ્રેક્ટીસ કરતા હતા
વાપી,તા.૨૧
વાપીમાં એસઓજીની ટીમ દ્વારા બે બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યા હતા. વાપી ટાઉન પોલીસે બંને બોગસ તબીબ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વાપીમાં અગાઉ પણ બોગસ તબીબને પોલીસે ઝડપી પાડ્યા હતા. અને જેલ હવાલે કર્યા હતા.
વાપીના મોટી સુલપડમાં શિવ મંદિર પાસે નિહાર રંજન નિખિલ વિશ્વાસને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો. કોઈ પણ જાતના પ્રમાણપત્ર વિના તબીબ સેવા આપતા આ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. ડુંગરાના સરકારી દવાખાનાના ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સોનાલી પટેલની ફરિયાદને આધારે બોગસ તબીબ અંગે વાપી ટાઉન પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
બીજા બોગસ ડોક્ટર નાની સુલપડ નગરપાલિકાના શોપિંગ સેન્ટર સામે પ્રેક્ટીસ કરતો ઝડપાયો હતો. તેની પાસે પણ પ્રમાણપત્રો મળ્યા ન હતા. પોલીસને ટીમે વિરેન્દ્ર બલીરામ પટેલને પ્રમાણપત્રો વગર પ્રેકટીસ કરતા ઝડપી પાડ્યો હતો. આ બોગસ ડોક્ટર સામે પણ ડો. સોનાલી પટેલે ફરિયાદ નોંધાવી હતી. એસઓજીની ટીમે મેડિકલ ઓફિસરને સાથે રાખીને બોગસ ડોક્ટરને ઝડપી પાડવા ઝુંબેશ ચલાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY