નાસા અવકાશયાત્રી ક્રિસ્ટીના કોચ સ્પેસ સ્ટેશન પર પોતાનું મિશન ૩૨૮ દિવસ લંબાવશે

0
7

વાશિંગ્ટન,તા.૧૮
યુ. એસ. સ્પેસ એજન્સીના જણાવ્યા અનુસાર નાસાની અવકાશયાત્રી ક્રિસ્ટીના કોચ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પર પોતાનું મિશન ૩૨૮ દિવસ સુધી લંબાવશે. જે મહિલા દ્વારા કરવામાં આવેલી સૌથી લાંબી સિંગલ સ્પેસફ્લાઇટનો રેકોર્ડ બનાવશે.
નાસા અને તેના આઈએસએસ પાર્ટનર્સ દ્વારા એક નવો કાર્યક્રમ અને નવું સ્ક્રૂ અસાઇનમેન્ટ બનાવવામાં આવ્યું છે, જેમાં નાસા અવકાશયાત્રી નેસિકા મેઇરની પ્રથમ ફ્લાઇટ અને અવકાશાયાત્રી એન્ડ› મોર્ગન માટે રોકાણ લંબાવવામાં આવ્યું છે. કોચ સ્પેસ સ્ટેશન પર ૧૪ માર્ચના રોજ આવી હતી અને હવે ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી રોકાવાનો કાર્યક્રમ બનાવ્યો છે. જે આ પહેલાંના નાસાના અવકાશયાત્રી પેગી વિસ્ટનના ૨૦૧૬-૧૭ના ૨૮૮ દિવસના રેકોર્ડને તોડશે.
નાસાએ તેના નિવેદનમાં જણાવ્યું છે કે, તે તેની આ સ્પેસ ફ્લાઇડ દરમિયાન ૫૯, ૬૦ અને ૬૧ ત્રણ અભિયાનનો ભાગ બનશે.
કોચ અને નાસાના સાથી અવકાશયાત્રી નિક હેગ, અને રોસ્કોસ્મોસ કોસ્મોનાટ એલેક્સી આૅવિચિનિન સ્પેસ સ્ટેશન પર જ રહેશે અને અભિયાન ૬૦ શરૂ કરશે. નાસાએ છેલ્લા ૫૦ વર્ષોમાં અવકાશયાત્રી આરોગ્ય અને પ્રદર્શન પર મોટા પ્રમાણમાં માહિતી ભેગી કરી છે અને તાજેતરમાં સ્કોટ કેલીના સમર્પિત મિશન અને પેગીવ્હિટ્‌સનના લંબાવેલ મિશન સાથે લાંબા સમયગાળા સુધી ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY