ન્યુ દિલ્હી,તા.૫
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના એક ડેલિગેશનના સદસ્યો વિરદ્ધ આસામમાં વધુ બે એફઆઈઆર નોંધાવવામાં આવી છે. આસામ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કÌš છે કે ધર્મના આધારે કથિતપણે ગડબડ પેદા કરવા બદલ આ એફઆઈઆર નોંધવામાં આવી છે. એનઆરસીના આખરી મુસદ્દાના ત્રીસમી જુલાઈએ પ્રકાશિત કરાયા બાદથી આસામમાં મમતા બેનર્જી વિરુદ્ધ કુલ પાંચ એફઆઈઆર નોંધાઈ ચુકી છે.
આસામના મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલ વિરુદ્ધ પણ પશ્ચિમ બંગાળમાં બે એફઆઈઆર નોંધાવવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે આસામમાં એનઆરસીનો વિરોધ કરનારા મમતા બેનર્જીના પૂતળા ફૂંકવામાં આવ્યા અને આખા આસામમાં તેમના વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા હતા. જ્યારે ગૌહાટી અને સિલ્ચરમાં કથિતપણે ધર્મના આધારે ગડબડ પેદા કરવાના મામલે મમતા બેનર્જી સામે બે એફઆઈઆર નોંધાઈ છે.
તેમણે જણાવ્યુ છે કે આસામ પબ્લિક વર્કર્સ ધ્રુવ તાલુકદારની ફરિયાદના આધારે શનિવારે રાત્રે ગીતાનગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જ્યારે બીજી એફઆઈઆર કાછારના ઉધારબંદ પોલીસ સ્ટેશનમાં એક મહિલા પોલીસકર્મી દ્વારા નોંધાવામાં આવી છે.
આ મહિલા પોલીસકર્મી સાથે સિલ્ચર એરપોર્ટ પર ટીએમસીના સદસ્યો દ્વારા કથિતપણે ધક્કા-મુક્કી કરવામાં આવી હતી અને તેમા તે ઈજાગ્રસ્ત થઈ હતી. પોલીસ અધિકારીએ કહ્યું છે કે મમતા બેનર્જી અને ટીએમસીના આઠ સદસ્યોના ડેલિગેશન વિરુદ્ધ કલમ-૧૨૦બી હેઠળ ગુનાહિત ષડયંત્ર રચવું, કલમ-૧૫૩એ હેઠળ ધર્મ, જાતિ, જન્મસ્થાન, આવાસ, ભાષાના આધારે વિભિન્ન સમુહો વચ્ચે દુશ્મનાવટ પેદા કરવી અને કલમ-૨૯૮ હેઠલ કોઈ વ્યક્તિની ધાર્મિક ભાવનાઓને આહત કરવાના ઈરાદે શબ્દોનો ઉપયોગ કરવાની જાગવાઈઓ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





