ગીર સોમનાથ ૨૬, ગીર સોમનાથ જિલ્લા ટી.બી.કેન્દ્ર દ્રારા સરકારી હોસ્પિટલ વેરાવળ ખાતે ૨૪ માર્ચ વિશ્વ ટી.બી. દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામા આવેલ હતી.
જેમા સી.ડી.એચ.ઓ ડો.બી.એલ.આચાર્ય અને ડી.ટી.ઓ ડો.જે.બી.બામરોટીયાની ઉપસ્થિતિમા ટી.બી.પ્રોગ્રામ અંતર્ગત વધુ મા વધુ લોકોને જાગૃત કરવા માટે એક સુંદર પ્રદર્શનનું આયોજન કરવામા આવ્યું હતુ. ઉપરાંત બિન ચેપી રોગો માટેની જાગૃત્તતા તેમજ તમાકુ નિષેધ પ્રોગ્રામને લગતા આઇ.ઇ.સી.નુ પ્રદર્શન યોજવામા આવ્યું હતુ. આ તકે જિલ્લાના તમામ ટી.બી નો સ્ટાફ સહભાગી થયો હતો. તેમજ ગીર સોમનાથ જિલ્લામાં જુદા જુદા તાલુકાઓમાં પણ ટીબી દિવસની જુદી જુદી રીતે ઉજવળી કરવામા આવી હતી. તથા શાળાઓમાં પણ ટી.બી.મુક્ત જાગૃતીના કાર્યક્રમો યોજાયા હતા.
ટી.બી. માટે ગીરસોમનાથ જિલ્લા માં વર્ષ ૨૦૧૭/૧૮માં આશરે ૧૫૦૦૦ થી ૧૬૦૦૦ જેટલા દર્દીઓની પ્રાથમીક તપાસ કરવામા આવી હતી તેમાથી ૧૩૦૦ થી ૧૪૦૦ જેટલા ટી.બી ના દર્દીઓનું લેબોરેટરી તથા ગળફાની તપાસ વિનામુલ્યે કરવામા આવેલ હતી, જેમાથી આશરે ૧૧૦૦ જેટલા દર્દીઓ ટી.બી.ના પોઝીટીવ હોય તેઓની સંપુર્ણ સારવાર થયેલ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




