ગણેશ પંડાલમાં કામ કરતા બે કામદારોને લાગ્યો વીજ કરંટ લાગતાં દોડધામ

0
9

ભરૂચના શક્તિનાથ વિસ્તારના ગણેશ પંડાલમાં કામ કરી રહેલ બે કામદારોને વીજ કરંટ લાગતા દોડધામ મચી હતી. આ ઘટનાને પગલે શક્તિનાથ શ્રીજીના આયોજકોમાં ગભરાટ ફેલાયો હતો.બન્ને કામદારોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

બનાવની મળતી વિગતો અનુસાર ભરૂચ શહેર અને જિલ્લામાં ગણેશ ઉત્સવનો ધામધૂમ પૂર્વક પ્રારંભ થયો છે.ત્યારે શક્તિનાથ વિસ્તારમાં આવેલ ગણેશ પંડાલમાં કામ કરી રહેલા પ્રકાશ ડામોર તથા સોમા ડામોરનાઓ કામગિરી કરી રહ્યા હતા તે દરમ્યાન ખુલ્લા વીજવાયરને અડી જતાં બન્નેને વીજ કરંટ લાગતાં આયોજકોમાં નાસભાગ મચી ગઇ હતી.જોકે બંન્નેવને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમને તબીબ દવરા આઇસીયુંમાં દાખલ કરી સારવાર ચાલુ કરવામાં આવી હતી.

રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા,ભરૂચ.
મો:-9904733000

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY